વાંકાનેર શહેર ખાતે આજરોજ જૈનોના પવિત્ર પર્યુષણ પર્વ તહેવારની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગયા વર્ષે કોરોનાને કારણે પર્યુષણપર્વની ઉજવણી થઇ શકી ન હોય પરંતુ આ વર્ષે સરકારશ્રીની માર્ગદર્શક સૂચનાઓનું પાલન કરી વાંકાનેર જૈન સમાજ દ્વારા પર્યુષણપર્વમાં અનેરો ઉત્સાહ અને જિનેશ્વર ભગવંતની આરાધનાની હેલી ચડે તેમ ઉજવણી કરવામાં આવી હતી…
આજના પર્યુષણ પર્વ નિમિત્તે વાંકાનેર ખાતે મહાવીર જન્મ વાંચન દરમ્યાન સાધ્વીજી ભગવતો મૈત્રીદર્શિતાશ્રીજી અને સમકીતરત્નાશ્રીજી જણાવ્યું હતું કે માતાના ગર્ભમાં જ બાળકો ઉત્તમ મનુષ્ય બને, પરાક્રમી વીર બને, શાસ્ત્રોના સાતા બને એ સંસ્કારો માતા દ્રારા અપાય છે એ મુજબ ભગવાન મહાવીરની માત્રા ત્રિશલાદેવીએ આત્માની અમરતા અને દેહની નશ્વરતા મુજબ મોક્ષકર્મના બંધ માટેના સંસ્કારો આપતાં વર્ધમાનમાંથી ભગવાન મહાવીર થયાએ જૈનશાસનની જયગાથા છે. ત્યાગની પરાકાષ્ઠા, તપશ્ચર્યાની કઠોર સાધના કરતાં તિર્થકરોએ વિશ્વને અનેકાંતની, અપરિગ્રહની અને અહિંસાની મહામૂલી ભેટ આપી છે…
આજના પર્યુષણ પર્વ નિમિત્તે જૈન સમાજ દ્વારા વાંકાનેર શહેરના રાજમાર્ગો પર વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં જૈન શ્રાવિકાઓએ “એક જનમાયો રાજ દુલારો, દુનિયાનો તારણહારો”, ‘ત્રિશલાનંદન વીર કી જય બોલો મહાવીર કી” નો શંખનાદ કર્યો હતો. જે બાદ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી દેરાસરજી પહોંચી હતી જયાં ભગવાનને પાંચ પોખણા કરી વધાવવામાં આવ્યા હતા. આ તકે પુર્વ સાંસદ લલિતભાઈ મહેતા, જૈનસંધના પ્રમુખ પ્રવિણભાઇ દોશી, મંત્રી રાજુભાઇ મહેતા, ટ્રસ્ટીઓ અને જૈન બંધુઓ હાજર રહ્યા હતા…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH