સૌરાષ્ટ્ર સહિતનાં સેંકડો ભારતીય માછીમારોની હાલત દયનીય બની રહી છે. એક તરફ કોરોનાને કારણે માછીમારીને મોટું નુકશાન થયુ છે બીજી તરફ અનેક પરિવારોનાં મોભી છેલ્લા 4 વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ છે પરિણામે ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યુ છે. આ અંગે નેશનલ ફિશ વર્કર ફોરમ તેમજ ગુજરાત માછીમારની સંસ્થાઓએ પત્રકાર પરિષદનું આયોજન ર્ક્યું હતું.
જેમાં પાકિસ્તાનની જેલમાં 4 વર્ષથી સબડતા 558 માછીમારોને છોડાવવા પરિવારજનોએ સરકારને રજુઆત કરી હતી. જ્યાં એક માછીમારો મહિલાએ પોતાનો વલોપાત રજૂ કરતા જણાવ્યું હતું કે, મોદી સાહેબ ક્યાં છો ? અમારા પતિ જેલમાંથી ક્યારે આઝાદ થશે. આ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતના માછીમારોએ જાહેરાત કરી હતી કે, ગ્લોબલ વોર્મિંગના કારણે દરિયામાં અસરો જોવા મળે છે જેના કારણે ઇતિહાસમાં પહેલીવાર આ વખતે 15 ઓગસ્ટને બદલે 1 સપ્ટેમ્બરથી માછીમારી શરૂ કરવામાં આવશે…
માછીમારોના પરિવારજનો દ્વારા હાથ જોડી રજુઆત, અમારા સ્વજનોને છોડાવો….
જેમના પતિ હાલ પાકિસ્તાનની જેલમાં છે તેવા હીરાબેન ચાવડા જણાવે છે કે 14 ઓગસ્ટે પાકિસ્તાન માટે અને 15 ઓગસ્ટે ભારતનો આઝાદી દિવસ હોય ત્યારે અમારા માછીમારોને બંને દેશો આઝાદ કરીને અમને પણ ઉત્સાહ સાથે આઝાદી પર્વની ઉજવણી કરવા મળે. તેમજ રમીલાબેને જણાવ્યું હતું કે મારા બંને પુત્રો પાકિસ્તાન જેલમાં છે હું તેની માં છું મને મારા દીકરાના મોઢા જોવા છે હવે હું સરકાર અને સરકારી અધિકારીઓને રજુઆત કરીને થાકી ગઈ છું. મને મારા પુત્રોને ભારત લઈ આવવા માટે સરકાર મદદ કરે….
આ પ્રેસ કોન્ફરન્સમાં નેશનલ ફિશ વર્કર ફોરમના સેક્રેટરી ઉસ્માનગની શેરસીયાએ જણાવ્યું હતું કે આપણી સરકારો દ્વારા દરિયા કિનારા પર ઉધોગો વિકાસની લ્હાયમાં દરિયામાં જે રીતે પ્રદુષણ વધાર્યું તેના કારણે માછીમારોએ ઊંડા દરિયામાં માછીમારી કરવા જવું પડ્યું અને સરહદ પર પકડાય છે. આ માછીમારોને પાકિસ્તાન જવા માટે મોટા મોટા ઉધોગોના પ્રદુષણ જવાબદાર છે, તેમ છતાં હજી પણ સરકાર જેતપુરના ઉધોગનું ગંદુ પાણી પોરબંદરના દરિયામાં નાખવા માટે પ્રોજેકટ તૈયાર કરે છે. આટલી લાંબી પાઈપલાઈન માટે ખર્ચ કરવાને બદલે જેતપુરમાં જ પાણીની પ્રોસેસ કરવામાં આવે તે વધુ યોગ્ય છે. વધુમાં માછીમાર આગેવાન વેલજીભાઈ મસાણી(માંગરોળ) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ બાબતે અમે ટૂંક સમયમાં જ સરકારના પ્રતિનિધિઓને મળીશું અને યોગ્ય નિર્ણય લેવાય તે માટે રજુઆત કરીશું…
સરકાર પાસે અમને આશા અને અપેક્ષા છે કે તે અમારા સ્વજનોને છોડાવશે…
વધુમાં મહિલાએ જણાવ્યું હતું કે, મારા પતિ છેલ્લા 4 વર્ષથી પાકિસ્તાન જેલમાં બંધ છે. હાલ 15મી ઓગસ્ટે દેશ આઝાદીના પર્વની ઉજવણી થવાની છે. ત્યારે મારાને પણ આઝાદ કરાવો. અમારે સહાય નથી જોતી અમારા માણસો જોઈએ છે. અમે ગૃહમંત્રીથી નરેન્દ્ર મોદી સુધી રજૂઆત કરેલ જેપો કોઈ ઉકેલ મળ્યો નથી. અમારે નાના નાના બાળકો છે તેનું કેમ ભરણ પોષણ કરવું ? અમે જૂનાગઢ, દિવ સહિત અનેક જગ્યાઓ પર અધિકારીઓને રજૂઆત કરી છે. હું ફરી કહું છું કે મોદી સાહેબ પર અમને આશા અને અપેક્ષા છે. અમારા પરિવારજનોને છોડાવો.
આવનારા સ્વાતંત્રય દિવસને ધ્યાનમાં લઈ ભારત અને પાકિસ્તાને એકબીજાના દેશનાં પકડવામાં આવેલા માછીમારોને ‘માનવતા ના કારણોસર મુકત કરવા જોઇએ,એવી અમારી અપીલ છે. માછીમારો ભલાથી પાણીની સરહદ ઓળંગતા હોવાનું બન્ને સરકાર અવારનવાર માન્ય કર્ય છે. વાસ્તવમાં બન્ને દેશે માછીમારોની ધરપકડ નહી કરવાનું ધોરણ સ્વીકારવું જોઈએ. માછીમારોની ધરપકડ કરવાની જગ્યાએ માછીમારોની બોટોને તેમના દેશનાં પાણીમાં પાછા ફરવાનું કહેવુ જોઈએ…
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરો અને અમારી સાથે જોડાયેલ રહો….👇🏻
https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN