પ્રકૃતિ પ્રેમી યુવાનો દ્વારા માટી-છાણામાંથી બનાવેલ ઓર્ગેનિક ગણપતિનું ખુલ્લા મેદાનમાં વડના વૃક્ષનું વાવેતર કરી તેની સાથે વિસર્જન કરી અનોખી રીતે પર્યાવરણ બચાવોનો સંદેશ અપાયો…

હાલમાં ચાલી રહેલ ગણેશ મહોત્સવમાં વાંકાનેરના પર્યાવરણ પ્રેમી યુવાનો દ્વારા પ્રકૃતિને નુકશાન ન થાય તે રીતે ગાયના છાણ અને માટી માંથી બનાવેલ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી તેનું વિધિવત રીતે પાંચ દિવસ સુધી પૂજન-અર્ચન કર્યા બાદ આ ઓર્ગેનિક ગણપતિ બાપાને કોઈ પાણીમાં ન પધરાવી પરંતુ વાંકાનેરની‌ દોશી કોલેજના ખુલ્લાં મેદાનમાં વડના વૃક્ષનું વાવેતર કરી તેની સાથે તેમાંજ ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું…

આ પર્યાવરણ પ્રેમી યુવાનો દ્વારા પ્રકૃતિને નુકશાન ન થાય તે રીતે અનોખો પર્યાવરણ લક્ષી ગણપતિ મહોત્સવ ઉજવવાની સાથોસાથ જગતને પર્યાવરણ બચાવોનો સંદેશો અપાયો હતો. આ સાથે જ યુવાનો દ્વારા છાણ અને માટીના ગણપતિ બાપાને વડના વૃક્ષ સાથે વિસર્જીત કરી આ વૃક્ષની ઉછેર અને જાણવણી કરવાની પણ પ્રતિજ્ઞા લીધી હતી…

આ તકે પર્યાવરણ પ્રેમી યુવાનો દ્વારા અન્યોને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, અમારા આ કાર્યથી અન્યોને પ્રેરણા મળશે અને જ્યાં ત્યાં પાણીમાં ગણપતિ ન પધરાવી જળ પ્રદૂષણ અટકાવી અને સાથે જ વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવવા માટે પ્રેરણા મળશે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH

 

error: Content is protected !!