વાંકાનેર વિસ્તારમાં લાંબા વિરામ બાદ ફરી કોરોના વાયરસે દસ્થક દીધી છે જેમાં વાંકાનેર શહેર વિસ્તારમાં રહેતા એક યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે. બાબતે આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ આ યુવાન વેપારી હોય અને તે એકથી વધુ જિલ્લાઓમાં ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. બાબતે ચોંકાવનારી વિગતો એ છે કે આ કોરોના પોઝિટિવ યુવાને કોરોના રસીના બંને ડોઝ લીધા હોવા છતાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે….
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ નવેમ્બર માસમાં મોરબી જિલ્લામાં પોઝીટીવ કેશ નોંધાયા બાદ ગઈકાલના રોજ લાંબા વિરામ બાદ પોઝિટિવ કેસ નોંધાયો છે. ગઈકાલે નોંધાયેલ પોઝિટિવ કેસમાં યુવાન વાંકાનેર સીટી વિસ્તારમાં રહેતો હોય અને હાલ તેને સારવાર માટે ખસેડીને તંત્ર દ્વારા અગમચેતીના પગલા લેવાનું શરૂ કરવામાં આવેલ છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT