રાજ્યમાં કોરોનાના કારણે આશરે 20 માસથી એટલે કે 20 માર્ચ, 2020થી ધો.1 થી 5ની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય બંધ હતું, પરંતુ હાલમાં સંક્રમણ ઘટતા રાજ્ય સરકારે આજથી તા.22ના સોમવારથી રાજ્યની તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓમાં ધો.1 થી 5ના વર્ગો શરૂ કરવા નિર્ણય કર્યો છે. ગત તા.27-8થી ધો.6 થી 12ના વર્ગો શરૂ કર્યા બાદ આજે ધો.1 થી 5ના વર્ગો શરૂ થતા સ્કૂલો સંપૂર્ણપણે ધમધમતી થશે. ઓફલાઈન વર્ગો વિદ્યાર્થીની સંખ્યાના 50 ટકા ક્ષમતાની મર્યાદામાં શરૂ કરી શકાશે. વિદ્યાર્થીઓને એકાંતરા બોલાવવાના રહેશે. વર્ગખંડમાં બે વિદ્યાર્થી વચ્ચે પર્યાપ્ત અંતર જાળવવા સહિતની તકેદારી સાથે આજથી સ્કૂલોમાં શિક્ષણ કાર્ય શરૂ થતા વાલીઓ પણ રાહતનો શ્વાસ લેશે…

હાલમાં ધો.6થી ઉપરના તમામ વર્ગો ઓનલાઇન અને ઓફલાઇન કાર્યરત છે. બાળકની હાજરી મરજિયાત રહેશે, જે વાલીઓની સંમતિ હશે એમના બાળકોને જ શાળામાં શિક્ષણ અપાશે. બાળકોના આરોગ્યને ધ્યાને લઇ અત્યાર સુધી ધો.1 થી 5ના ઓફલાઇન વર્ગોને મંજૂરી આપવામાં આવી નહોતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા વિચારણા કરી આવતીકાલથી સમગ્ર રાજયમાં ધો.1 થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે…

વીસ મહિનાથી ધો.1 થી 5ના ઓફલાઇન વર્ગો બંધ છે. શાળા સંચાલકોએ સરકારે અમલી બનાવેલી એસઓપીનો કડક અમલ કરવો પડશે. ધો.6 થી 12ના વર્ગો માટેની એસઓપી ધો.1 થી 5ના વર્ગો માટે પણ લાગુ પડશે. ઓફલાઇન વર્ગોમાં બાળકને મોકલવા માટે શાળા સંચાલકો વાલીઓની સંમતિ લેશે. રાજ્યમાં નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજીના વર્ગો માટે સરકાર તરફથી હજુ કોઇ જાહેરાત થઇ નથી. શિક્ષણમંત્રીએ કહ્યું કે બાળમંદિર, નર્સરી, જુનિયર કેજી માટે સરકાર પાસેથી સત્તાવાર મંજૂરી લેવામાં આવતી નથી. નર્સરી કે જુનિયર, સિનિયર કેજી શરૂ કરવા કોઇ રજૂઆત આવી નથી. આ અંગે રજૂઆત આવે ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT

error: Content is protected !!