વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેરના નવાપરા-પંચાસર રોડ પર પહોંચતા ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક રાહદારીને રોકી તલાશી લેતા તેની પાસેથી બે બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમના ગતરાત્રીના પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેરના નવાપરા-પંચાસર રોડ પરથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક શખ્સને રોકી તલાશી લેતા તેની પાસેથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડની બે બોટલ વિદેશી દારૂ (કિં રૂ. ૭૫૦)ની મળી આવી હતી, જેથી પોલીસે આરોપી ધર્મેશભાઈ પ્રવિણભાઇ પરેચા(ઉ.વ. ૩૦, રહે. પંચવટી સોસાયટી, વાંકાનેર)ની ધરપકડ કરી તેની સામે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU