વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં ડો. દેલવાડીયાના દવાખાનાની બાજુમાં આવેલ પોતાની માલિકીના પ્લોટ ઉપર ગેરકાયદેસર ઓરડી બનાવીને એક શખ્સ દ્વારા દબાણ કરવામાં આવ્યું હોય જેથી વૃદ્ધે આ બાબતે દબાણ કરનાર સામે વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે લેન્ડ ગ્રેબિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મુળ વાંકાનેર નિવાસી અને હાલ રાજકોટ ખાતે રહેતા મહેન્દ્રભાઈ કાનજીભાઈ ડાભી (ઉ.વ. 66)ના વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં ડો. દેલવાડીયા સાહેબના દવાખાનાની બાજુમાં આવેલ પ્લોટ નંબર-9 (200 ચોરસ વાર)પર આરોપી હસમુખભાઇ રુખડભાઈ ચારોલીયા નામના શખ્સે ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવા માટે ત્યાં ઓરડી બનાવી હોય,
જેથી ફરિયાદીએ આરોપીને પોતાના પ્લોટમાંથી દબાણ દૂર કરવા માટે કહેવા છતાં આરોપી દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર કબ્જો ન છોડતા ફરિયાદીએ બનાવની વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપી સામે પોલીસે લેન્ડ ગ્રેબિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f