વાંકાનેરના બ્લોચ ઇર્ષાદ લાતીફભાઈનો પુત્ર નિહાલ બ્લોચ જીલ્લા કક્ષાએ યોજાયેલ કરાટે ચેમ્પિયનશિપમાં વિજેતા થતાં હવે તે આગામી સમયમાં રાજ્યકક્ષાએ યોજાનાર કરાટે ચેમ્પિયનશિપમાં ભાલ લેવા માટે જશે…
વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ-રાજકોટ ખાતે ગુજરાત વાડોકાઈ કરાટે ડો એસોશિયન (જેકેએફ વાડોકાઇ જાપાન), વાણી આર્ટ એકેડમી તથા જય ચૌહાણ દ્વારા ડિસ્ટ્રીકટ કક્ષાની કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ-1 થી 5 ના 245 જેટલાં બાળકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વાંકાનેરની નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ ધોરણ-5માં અભ્યાસ કરતા નિહાલ ઇર્ષાદભાઇ બ્લોચએ કુમેત કેટેગરીમાં ત્રીજો ક્રમ મેળવીને બ્લોચ પરિવાર અને પોતાની શાળાનું ગૌરવ વધાર્યું છે…
વિજેતા બાળકોને શિલ્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત કરાયા બાદ હવે નિહાલ આગામી સમયમાં ભાવનગર ખાતે યોજાનાર રાજ્યકક્ષાની કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. નિહાલને કોચિંગ તેમના માતા હુસેનાબનું બ્લોચ અને જય ચૌહાણ દ્વારા આપવામાં આવ્યું હતું. નિહાલની આ સિદ્ધિ બદલ દાદા લાતીફભાઈ દાદી જેતુનબેનએ શુભેચ્છાઓ આપી હતી….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1