બંને શહેરોમાં આજે રાત્રીથી 10 પછી કામ સિવાય નિકળનાર સામે થશે કાર્યવાહી….
મોરબી જિલ્લામાં કોરોનાના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા હોય જે જોતા રાજ્ય સરકાર દ્વારા આજથી મોરબી અને વાંકાનેર શહેરમાં રાત્રી કર્ફયુ લાગુ કરવામાં આવ્યો છે. જેના અમલીકરણ માટે આજથી 300થી વધુ પોલીસ જવાનો ખડેપગે રહેશે. જેમાં રાત્રે 10 વાગ્યા પછી કામ સિવાય નિકળનાર તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે….
મોરબી અને વાંકાનેરમાં આજથી રાત્રી કર્ફયુના કડક અમલ પોલીસ ફરી પોલીસ તંત્ર સજ્જ બન્યું છે, જેમાં વાંકાનેર શહેર માટે રાત્રી કર્ફયુના અમલ માટે 125 પોલીસ જવાનો અને મોરબી શહેર માટે 200 થી વધુ સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. આ ઉપરાંત એસપી તેમજ ત્રણ ડીવાયએસપી રાઉન્ડ ધી કલોક પેટ્રોલીગ કરશે. આથી પોલીસ અપીલ કરી છે કે, મોરબી અને વાંકાનેર શહેરના લોકોને રાત્રે 10 વાગ્યા પછી અગત્ય કામના સિવાય બહાર ન નીકળવું અને જો રાત્રે 10 પછી કામ સિવાય કોઈ આંટાફેરા કરતા દેખાશે તો પોલીસ તેની સામે કડક કાર્યવાહી કરશે તેવું જીલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું છે….
કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ, જાણો કર્ફ્યૂ દરમિયાન કેવી રહેશે અમલીકરણ વ્યવસ્થા….
મોરબી જીલ્લા કલેકટર દ્વારા કર્ફ્યૂ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેના મુજબ મોરબી શહેર અને વાંકાનેર શહેરમાં તા 22 થી દરરોજ રાત્રે 10 થી સવારે 6 કલાક સુધી બંને શહેરોમાં રાત્રી કર્ફ્યું રહેશે, જેથી દુકાનો અને વ્યાપર ધંધા રાત્રીના 10 સુધી જ ચાલુ રાખી શકાશે,
હોટેલ અને રેસ્ટોરન્ટ બેઠક ક્ષમતાના 75 ટકા સાથે રાત્રીના 10 સુધી ચાલુ રહેશે. હોટેલ-રેસ્ટોરન્ટ માંથી હોમ ડીલીવરી સેવાઓ 24×7 ચાલુ રાખી શકાશે, તે ઉપરાંત તમામ કાર્યક્રમોમાં 150 વ્યક્તિની મર્યાદા અને લગ્ન પ્રસંગમાં 150 વ્યક્તિની મર્યાદા યથાવત રહેશે. લગ્ન માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે તો અંતિમ ક્રિયા માટે મહત્તમ 100 વ્યક્તિની મંજુરી આપવામાં આવી છે…
સિનેમા હોલ, જીમ અને વોટર પાર્ક તેમજ વાંચનાલય 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. જાહેર બાગ બગીચાઓ રાત્રીના 10 સુધી ચાલુ રહેશે. ધોરણ 9 થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધી કોચિંગ સેન્ટર અને ટ્યુશન કલાસીસ ક્ષમતાના 50 ટકા વિદ્યાર્થીઓ સાથે ચાલુ રહેશે, તો શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પડેલ સૂચનાઓને આધીન ચાલુ રાખી શકાશે જે જાહેરનામાંની અમલવારી તા. 22 જાન્યુઆરીથી તા. 29 જાન્યુઆરી સવારે 6 કલાક સુધી કરવાની રહેશે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Lx2QskXXZMs3SVDI5qR4Oq