વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાના માર્ગદર્શન હેઠળ આજરોજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘ સંચાલિત ખાતર વેચાણ કેન્દ્રનું સંઘના પ્રમુખ ઈસ્માઈલભાઈ બાદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું….
નવા ખાતર વેચાણ કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે યાર્ડના ચેરમેન શકીલએહમદ પીરઝાદા, જીલ્લા દુધ સંઘના ડિરેક્ટર રસુલભાઈ કડીવાર, મોરબી જીલ્લા પંચાયતના સદસ્ય હરદેવસિંહ જાડેજા અને કરશનભાઈ લુભાણી, યાર્ડના ઉપપ્રમુખ અશ્વિનભાઇ મેઘાણી, આબીદ ગઢવારા તેમજ તા. ખ. વે. સંઘનાં ડિરેક્ટરો, આગેવાનો અને ખેડૂતો હાજર રહ્યા હતા…
આ તકે સંઘના પ્રમુખ ઈસ્માઈલભાઈ બાદીએ જણાવ્યું હતું કે વાંકાનેર તાલુકાનાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે પોતાની જણસી વેચવા માટે આવતા હોય ત્યારે પોતાના વાહનોમાં જ યાર્ડ ખાતેથી જ ખેડૂતોને સરકારી ભાવે ખાતર મળી રહે તખવા હેતુથી આ નવા ખાતર વેચાણ કેન્દ્રની શરૂઆત કરી છે,
જેથી વાંકાનેર વિસ્તારના તમામ ખેડૂતોએ તાલુકા ખરીદ વેચાણ સંઘ સંચાલિત આ નવા ખાતર વેચાણ ડેપોમાંથી ખાતરની સરકારી ભાવે ખરીદી કરવી. આ નવા ડેપોમાંથી ખેડૂતોને ઈફ્કો, કૃંભકો સહિતની કંપનીના ડી.એ.પી., એન.પી.કે., યુરિયા ખાતરો જરૂરીયાત મુજબ મળી રહેશે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN