મેડીકલ (M.B.B.S.)માં એડમિશન માટે લેવાથી પ્રવેશ પરીક્ષા NEETનું પરિણામ આજ રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા જાહેર કરવામાં આવ્યું, જેમાં અત્યાર સુધીમાં પ્રથમ વખત વાંકાનેરના કોઈ વિદ્યાર્થીએ 600 થી વધુ ગુણ મેળવવાનો રેકોર્ડ રચ્યો છે. જ્ઞાનગંગા સ્કુલની વિદ્યાર્થીની શેરશીયા અલીના મહેબુબભાઇએ રેકોર્ડ બ્રેક 630 ગુણ સાથે સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. વાંકાનેર કેન્દ્રમાં કોઈ વિદ્યાર્થીએ નેશનલ લેવલની પરીક્ષામાં 600થી વધુ ગુણ મેળવ્યા હોય તેવો આ પ્રથમ દાખલો છે…

અલીના પિતા અને માતા બંને ડોક્ટર હોય અને ભાઈ પણ ડોક્ટરીનો અભ્યાસ કરી રહ્યો હોય જેની માફક જ અલીન પણ ડોક્ટર બનવા ઈચ્છે છે. જેથી હવે પોતાના ઉજ્વળ પરિણામ બાદ તે પણ પોતાનું સપનું સાકાર કરી સકશે. અલીના પોતાની આ ભવ્ય સફળતાનો શ્રેય પોતાની શાળાના શિક્ષકોની સખત મહેનત અને માતા-પિતાના માર્ગદર્શનને આપે છે…

આ જ રીતે વાંકાનેર કેન્દ્રમાં દ્વિતીય ક્રમે 587 ગુણ સાથે જ્ઞાનગંગા સ્કૂલનો વિદ્યાર્થી માથકીયા સાબીર વલીમામદભાઈ આવેલ છે. તેમજ 563 ગુણ સાથે તૃતીય ક્રમે મોર્ડન સ્કૂલનો વિદ્યાર્થી બાદી મોહંમદનઇમ જૈનુલઆબેદીન આવેલ છે.
વાંકાનેર કેન્દ્રમાં કુલ 9 વિદ્યાર્થીઓએ 500થી વધુ ગુણ પ્રાપ્ત કરેલ છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe

error: Content is protected !!