વાંકાનેર વિસ્તારમાં ચાલતા નકલી નોટોના કૌભાંડનું પગેરું રાજસ્થાનથી ઝડપાયું, તપાસનો ધમધમાટ શરૂ….

0

વાંકાનેર વિસ્તારમાં નકલી નોટોનું કૌભાંડ ચાલતું હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે, જેમાં વાંકાનેર પંથકમાં નકલી નોટ છાપવામાં આવતી હોય અને આ નકલી નોટ આરોપી રાજસ્થાનમાં વટાવવા માટે ગયેલ હોય જેને રાજસ્થાનની સ્થાનિક પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી નકલી ચલણી નોટ મળી આવી હોવાનું જાણવા મળી રહ્યું છે….

બનાવની સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાંકાનેર વિસ્તારમાં રહેતા આરોપીઓ નકલી નોટોનું કારસ્તાન ચલાવતા હોય જેમાંથી એક આરોપી આ નકલી નોટોનો જથ્થો લઈ રાજસ્થાનમાં વટાવવા માટે ગયો હોય ત્યારે સ્થાનિક પોલીસે તેને રંગે હાથે ઝડપાઈ ગયો હતો, જેથી વાંકાનેર વિસ્તારમાં ચાલતા નકલી નોટોના નેટવર્કનો પર્દાફાશ થયો હતો જે બાદ હાલ રાજસ્થાન પોલીસ વાંકાનેર પહોંચી તપાસનો ધમધમાટ ચલાવી રહી છે…..

બાબતે વિશ્વાસપાત્ર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ બનાવમાં હાલ રાજસ્થાન પોલીસે વાંકાનેર વિસ્તારમાં ધામા નાખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં વાંકાનેર વિસ્તારમાં કોઈ સ્થળે આરોપીઓ નકલી નોટો છાપી તેને વટાવા માટે જતા કૌભાંડ બહાર આવ્યું હતું, જેમાં હાલ પોલીસ તપાસ ચાલી રહી હોય અને 24 કલાકમાં સમગ્ર માહિતી બહાર આવવાનું પોલીસ વિભાગ પાસેથી જાણવા મળ્યું છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl