સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ અને ગુજરાતમાં બીજો ક્રમ સાથે જ્વલંત સફળતા મેળવી….
વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના વતની અને ખેતી કરી ગુજરાન ચલાવતા ખેડૂત પરિવારના પુત્ર મુફીઝ મુસ્તાકભાઈ બાવરાએ તાજેતરમાં જ ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 12 સાયન્સની પરિક્ષામાં 99.98 PR સાથે મોરબી જિલ્લામાં પ્રથમ અને સમગ્ર ગુજરાત બોર્ડમાં બીજો ક્રમ મેળવી જ્વલંત સફળતા મેળવી છે….
વાંકાનેરના પુર્વ ધારાસભ્ય અમીયલભાઈ બાદીના ગામ અરણીટીંબાના વતની મુફીઝ મુસ્તાકભાઈ બાવરા સાથે બાબતે વાતચીત કરતા તેણે જણાવ્યું હતું કે, પોતે એક સામાન્ય ખેતી કરી ગુજરાન ચલાવતા ખેડૂત પરિવારમાંથી આવતો હોય, જેને ટંકારાની ન્યુ વિઝન સ્કુલમાં અભ્યાસ કરી પોતાના પરિવારના સહકાર અને અથાગ મહેનતની ધાર્યું પરિણામ મેળવ્યું છે, જે હાલ આગામી NEET પરિક્ષાની તૈયારી કરી તેમાં પણ ઉચ્ચ ગુણાંક મેળવી પોતાના ડોક્ટર બનવાનું સપનું સાકાર કરી ભવિષ્યમાં લોકોની સેવા કરવાની ઈચ્છા દર્શાવી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU