થોડા દિવસ પહેલા મોરબી શહેરના જુના બસ સ્ટેન્ડમાંથી એક બાઇકની ચોરી કરવામાં આવી હતી, જેની ફરિયાદ મોરબી એ ડિવિઝન પોલીસમાં નોંધાઇ હતી, જે બનાવમાં ચોરીના બાઇક સાથે એક શખ્સને વાંકાનેર સીટી પોલીસે વાંકાનેર શહેર ખાતેથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જુના બસ સ્ટેન્ડમાંથી ગત તા.19ના રોજ ધીરુભાઈ જાદવજીભાઈ ડાભીનું રૂપિયા 20 હજારની કિંમતનું બાઈક ચોરાઇ જતા તેની ફરિયાદ સીટી એ ડિવિઝન પોલીસમાં નોંધાઇ હતી, જે બનાવમાં વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોઆઉ બાઇક સાથે આરોપી છગનભાઇ કરશનભાઇ વાઘેલાની વાંકાનેર શહેરમાંથી ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU