ક્રિકેટ ટુર્નામેન્ટના સુંદર આયોજન બાદ સામાજિક તથા રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિજેતા ખેલાડીઓને ઇનામ વિતરણ કરાયું….

વાંકાનેર શહેર નજીક હાઇવે પર વિકાસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મર્હુમ શબ્બીરભાઈ જાફરાણી ચેલેન્જ ટ્રોફી રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ MPL-2 નું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્દઘાટન ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી મુનાફ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 16 ટીમો વચ્ચે દસ દિવસ ક્રિકેટ જંગ ખેલાયા બાદ ગઇકાલે રાત્રીના આલ્ફા ડેવલોપર્સ અને એસ.કે. ઇલેવન વચ્ચે ફાયનલ મેચ સાથે ભવ્ય સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું….

આ સમાપન સમારોહમાં તકે રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગુલામભાઈ પરાસરા, કોંગ્રેસ અગ્રણી શકીલ પીરઝાદા, સીટી પીઆઇ સોલંકી સાહેબ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગુલમંહમદભાઈ બ્લોચ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ફાયનલ મેચમાં એસ.કે. ઈલેવન વિજેતા તથા આલ્ફા ડેવલોપર્સ રનર અપ રહી હતી. જે તમામ ખેલાડીઓ તથા સમગ્ર સિઝનમાં વિવિધ ક્ષેત્રમાં બેસ્ટ પરફોર્મન્સ કરનાર તમામ રમતવીરોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી તથા ઇનામની રકમ એનાયત કરવામાં આવી હતી…..

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!