મોરબી સેસન્સ કોર્ટમાં લેન્ડ ગ્રેબીંગ કેસ (જમીન પચાવી પાડવા) ના કાયદા હેઠળ ધરપકડ થયેલ આરોપીઓ ધીરજભાઈ દેવશીભાઈ શીહોરા (ઠાકોર) નો જામીન ૫૨ છુટકારો થયેલ છે…
હળવદ પોલીસ મથકે ફરીયાદીએ એવી ફરીયાદ આપેલ કે આ કામના આરોપીઓએ ફરીયાદીની માલીકીની કેદારીયા ગામની સીમમાં રેવેન્યુ સર્વે નં.૪૦૦૧/૩ વાળી જમીનમાં આ કામના આરોપીએ અનઅધીકૃત રીતે ગેરકાયદેસર કબજો કરી જમીન પચાવી પાડી જમીનમાં આરોપીઓએ આજદીન સુધી કબજો ચાલુ રાખી ગુનો કર્યા બાબતની હળવદ પોલીસે આરોપીઓ વીરુધ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતીબંધ કાયદાની કલમ૩, ૪(૧), ૪(૩), ૫(સી) મુજબ ગુનો નોંધી ધરપકડ કરવામા આવેલી. આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપ આર. અગેચાણીયા રોકાયેલ આરોપી તરફે દલીલ કરવામાં આવેલી કે આરોપી તદન નીર્દોષ છે. ખોટી ફરીયાદ આધારે પોલીસે ખોટી રીતે આરોપીઓને ગંભીર ગુનામાં સંડોવી દીધેલ છે.આ કામમાં મોટાભાગની તપાસ પુરી થઈ ગયેલ છે. અમો આરોપીની સીધી કે આડકતરી આ ગુનામાં સંડોવણી નથી કોઈ ગુનાહીત ભુતકાળ ધરાવતા નથી. પ્રથમ દર્શનીય રીતે આરોપીઓની આ ગુનામાં સંડોવણી નથી. તેમજ બેઈલ માટેના વીવીધ ચુકાદાઓ રજુ કરેલ.આરોપી પક્ષની દલીલ માન્ય રાખી આરોપીઓને શરતી જામીન ઉપર છોડવાનો હુકમ થયેલ છે. આ કામમાં આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીય૨ ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, સુનીલ માલકીયા, જે.ડી.સોલંકી, કલ્પેશ શંખેસરીયા, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર રોકાયેલા હતા…