મોરબી જિલ્લા પંચાયતમાં ચાર સભ્યોની બહુમતી ધરાવતા ભાજપને એક સભ્યના રાજીનામાથી શું ફેર પડશે ? : જાહિરઅબ્બાસ શેરસીયાએ માત્ર હોદ્દા પરથી રાજીનામું આપ્યું, સભ્ય પદે યથાવત…

મોરબી જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા જાહિરઅબ્બાસ શેરસીયાએ ગઇકાલે પોતાના નાના પડતાં એવા ‘ શાસક પક્ષના નેતા ‘ અને વિવિધ સમિતિઓના સભ્ય પદેથી રાજીનામું આપતા રાજકારણ ગરમાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે તેમના પિતા યુસુફભાઈ શેરસીયા મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પદે રહી ચૂક્યા છે જેના પગલે પુત્ર જાહિરઅબ્બાસ શેરસીયા પણ પ્રથમ હરોળના હોદ્દા માટે મથી રહ્યા હોય તેવું હાલ મોરબી જિલ્લાના રાજકારણમાં ચર્ચાઇ રહ્યું છે. બાબતે જો તેમને પક્ષ સામે ખરેખર નારાજગી હોય તો તેમણે જીલ્લા પંચાયતના સદસ્ય પદેથી પણ રાજીનામું આપવું જોઈએ…

મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના બેનર હેઠળ ચુંટાયેલા એકમાત્ર લઘુમતિ સદસ્ય એવા જાહિરઅબ્બાસ શેરસીયાની ભાજપ ઉપેક્ષા કરતું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ સાથે જ વાંકાનેર તાલુકા પંચાયતમાં પણ ભાજપ માત્ર બે સભ્યોની બહુમતી સાથે સત્તાનું સુકાન સંભાળી રહી છે. જેમાં પણ બે સભ્યો લઘુમતિ સમુદાયના હોવાથી શું જીલ્લા પંચાયતની હાલ ચાલતી લગડ-ધગડની અસર વાંકાનેર તાલુકા પંચાયતમાં પણ પડશે કે કેમ તે જોવાનું રહ્યું…

બાબતે જાહિરઅબ્બાસ શેરસીયાએ પોતાના હોદ્દા પરથી રાજીનામું જીલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈને વોટ્સએપ દ્વારા આપી તેની નકલ જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયાને આપી તેમને જાણ કરી છે. જેમાં કોઈ પણ સદસ્યના રાજીનામા પ્રથમ જીલ્લા વિકાસ અધિકારીને આપવાના હોય, બાબતે પણ સુચક માનવી ઘટે…

મોરબી જિલ્લાના કાયદો વ્યવસ્થાથી માંડી દરેક બાબતમાં લ્હાણીની સમસ્યા માટે માત્ર ને માત્ર એક જ નેતા પોતાની મનમાની ચલાવતા હોવાનું સ્પષ્ટ થાય છે. જેના કારણે વાંકાનેર નગરપાલિકામાં પણ ભાજપે સત્તા ગુમાવી પડી છે. જેથી ભાજપ મોરબી જિલ્લામાં વધુ સંસ્થાઓમાં સત્તા ગુમાવે તે પુર્વે ઉચ્ચ તંત્ર ધ્યાન ધરી યોગ્ય પગલાં ભરે તે અનિવાર્ય છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN

 

error: Content is protected !!