અંધાધુધ ગોળીબારમાં મમુદાઢીનું મોત, તેના દીકરા મકબૂલે બે કારમાં આવેલા 13 જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધાવી : આગાઉ થયેલ ડખ્ખામાં એકનો લોથ ઢાળ્યો…
મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે ગત રાતે સાડા નવેક વાગ્યાના અરસામાં મમુદાઢીની કાર ઉપર અંધાધુધ ફાયરીંગ કરવામાં આવ્યું હતું જેમાં કારમાં બેઠેલ હનીફભાઇ ઉર્ફે મમુદાઢી ગુલામભાઈ કાસમાણીને મોઢાના ભાગે ગોળીઓ વાગી હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે કારમાં બેઠેલા અન્ય ચાર વ્યક્તિઓમાંથી એકને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબી બાદ રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ બનાવમાં હાલ મૃતક મમુદાઢીના દીકરા મકબૂલે મોરબી એ ડિવિઝન પોલીસમાં રફીક માંડવિયા, ઈમરાન ચાનીયા, આરીફ મિર સહિત 13 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૃતક હનીફભાઇ ઉર્ફે મમુદાઢીના દીકરા મકબુલ મહમદ હનીફ કાસમાણી (ઉ.વ. 25, રહે, તલાવડી શેરી, ખાટકીવાસ)એ આરોપી રફીકભાઇ રજાકભાઇ માંડવીયા, ઇમરાન ઉર્ફ બોટલ હનીફભાઇ ચાનીયા, આરીફ ગુલામભાઇ મીર, ઇસ્માઇલભાઇ યારમામદ બ્લોચ, રીયાઝભાઇ રજાકભાઇ ડોસાણી, ઇરફાનભાઇ યારમામદ બ્લોચ, રમીજભાઇ હુસેનભાઇ ચાનીયા, મકસુદ ગફુરભાઇ સમા, એઝાજ આમદભાઇ ચાનીયા અને બીજા ચારેક અજાણ્યા શખ્સો સહિત કુલ 13 શખ્સોની સામે તેના પિતાની હત્યાનો ફરિયાદ નોંધાવી છે…
ફરિયાદીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના પરિવારને નવ મહિના પહેલા અમારા ઘર પાસે રેહતા રફીકભાઈ રજાકભાઈ માંડવીયા સાથે મોટર સાયકલ શેરીમાં ચલાવા બાબતે માથાકૂટ થઈ હતી જેમાં મારા મોટાબાપુનો દીકરો ઈમરાનભાઈ અને સામાપક્ષે આદીલનું મોત થયું હતું જે મામલે બને પક્ષોનો મનદુઃખ ચાલતુ હોય ત્યાર બાદ મુતર્ક મમુ દાઢી અને રફીકભાઈ માંડવીયા છ મહિના પેહલા જામીન મુક્ત થયા હોય અને અમારા બને પરિવારો વચ્ચે ત્યારથી માથાકૂટ ચલતી હતી અને આરોપી રજાકભાઈ માંડવીયા અમારે જેની સાથે વાંધા ચાલતા હોય તેવા લોકો સાથે બેઠક વધારી અમારા પર જીવલેણ હુમલો કરવા માટે તૈયાર રેહતો જેમાં મકરાણીવાસમાં રેહતા ઈસ્માલ યારમહમદ બલોચ સાથે એક લગ્ન બાબતે અમારે માથાકૂટ હતી, કાલિકા પ્લોટમાં રીયાઝ રજાકભાઈ ડોસાણી સાથે જમીન માટે માથાકૂટ ચલતી હતી,
મૃતકને શનાળા હિતુભા સાથે સંબંધ હોય જેથી કાલિકા પ્લોટમાં રહેતા આરીફ ગુલામભાઈ મીર સાથે માથાકૂટ હતી જેથી અમારે જે લોકો સાથે વાંધો છે તેવા લોકો સાથે આરોપી રજાકભાઈ માંડવીયા વધુ ઉઠક બેઠક કરતો જેથી એમનો ઘણા અમરા જણાતી લોકોએ કીધું તમારા પર જીવનો જોખમ છે જેથી અમે ચેતતા રહેતાં હતા પરંતુ ગઇકાલે સાંજના સાડા ચારેક વાગ્યે તેના પિતા અને તેઓના મીત્ર ઇસ્તીયાઝભાઇ ભાન કચ્છવાળા, કાદીર, યાસીન, આરીફ તથા મહમદભાઇ નકુમ તેમના વાડે ભેગા થયા હતા અને ત્યાંથી તેઓની ફોર્ચ્યુનર ગાડી નંબ૨ GJ 17 B 7777 લઇને રાજકોટ રામનાથપરામાં વ્યવહારીક કામે ગયા હતા જે બાદ ફરિયાદીને રાતના નવેક વાગ્યે કાદીર સલીમભાઇ બાનાણીનો ફોન આવ્યો હતો કે તુ તાત્કાલીક શનાળા બાયપાસ ભકતિનગર સર્કલ પાસે આવી જા મારી ઉપર ફાયરીંગ થયા છે અને તારા પિતાને ગોળી વાગેલ છે,
ત્યાર બાદ કારમાં બેઠેલા કાદીર અને આરીફે તેને કહ્યું હતું કે, “અમો રાજકોટથી પાછા મોરબી ઘરે આવતા હતા ત્યારે નવેક વાગ્યાના અરસામાં શનાળા બાયપાસે પહોંચતા ફોર્ચ્યુનર ગાડી તારા પિતા ચલાવતા હતા અને ઇસ્તીયાઝ ભાઇ બાજુની સીટમાં બેઠા હતા બાકીના પાછળની સીટમાં બેઠા હતા ત્યારે સીટી મોલ પાસે રોડ વચ્ચે એક બોલેરો ગાડી આઠી પડેલ હતી જેથી તેમની ગાડી ધીમી પાડતા એક સફેદ કલરની સ્વીફટ ગાડીમાંથી માણસો ઉતરીને તેઓની ગાડી પાસે આવ્યા હતા અને તેઓની ગાડી ઉપર અંધાધૂંધ ફાયરીંગ કરવા લાગ્યા હતા…
વધુમાં ફરિયાદમાં જણાવ્યુ છે કે, મોરબી કાલીકા પ્લોટમાં રહેતો ઇમરાન ઉર્ફ બોટલ ચાનીયા, આરીફ મીર, ઇસ્માઇલ બ્લોચ અને રીયાઝ મેમણ પીસ્તોલ લઈને આવ્યા હતા અને રમીઝ ચાનીયા, ઇરફાન બ્લોચ, મકસુદ સમા, એજાજ ચાનીયા તથા બીજા ચારેકએ જાણ્યા માણસોએ હાથમાં ધોકા પાઇપ જેવા હથીયારો લઇ ગાડી ફરતા ઉભા રહી ગયેલા હતા અને કારમાં બેઠેલ મૃતક સહિતના લોકો કશું જ સમજે તે પહેલા ઇમરાન બોટલે તેમના હાથમાં રહેલ હથીયારમાંથી ડ્રાઇવર સાઇડના કાચ ઉપર આડેધડે ભડાકા કરતા હનીફભાઇ ઉર્ફે મમુદાઢી ગુલામભાઈ કાસમાણીને માથામાં ગોળી વાગતા ગાડીનો કાબુ ગુમાવતા આગળ ના વાહન સાથે ગાડી ભટકાયેલ હતી અને તે અરસામાં ઇસ્તીયાઝભાઇ ગાડીમાંથી ઉતરીને ભાગી ગયેલ હતો તેમજ ઇસ્માઇલ, આરીફ મીર અને રિયાઝ મેમણએ હાથમાં પીસ્તોલ હતી તેમાથી આડેધડ ગાડી ઉપર ફાયરિંગ કર્યું હતું જેથી કારમાં બેઠેલા મહમદભાઇને વાંસાના ભાગે ગોળી વાગેલ હતી માટે તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે…
વધુમાં કારમાં બેઠેલા વ્યક્તિઓએ ફરિયાદીને જણાવ્યુ હતું કે, આડેધડ ફાયરીંગ કરીને જતા જતા ઇમરાન બોટલ તથા રિયાઝ મેમણ બોલેલ કે “ચાલો હવે બધા પુરા થઇ ગયા છે” અને સફેડ કલરની સ્વીફટ કાર નંબર GJ 36 AC 7863 માં આરોપીઓ નાશી ગયા હતા ત્યાર બાદ ફોરચ્યુનર ગાડીના આગળના ટાયરમાં ફાયર થયેલ હોવા છતાં પણ તે ગાડી કાદીરે ચલાવી હતી અને મમુભાઈને મોરબી ક્રિષ્ના હોસ્પીટલ ખાતે સારવારમાં લાવેલ અને રોડ ઉપરથી પસાર થતી એક અજાણી ગાડી નીકળતા તેને આજીજી કરતા મહમદભાઇને બેસાડી રાજકોટ સારવાર માટે લઇ ગયેલ હતા…
આ બનાવના મુળમાં અગાઉ મૃતકને રફીકભાઇ માંડવીયા સાથે ઝઘડો થયેલ હતો જેનુ મનદુઃખ રાખીને અન્ય શખ્સો સાથે મળી કાવતરૂ ઘડી આરોપીઓ સ્વીફ તથા બોલેરો ગાડીમાં પીસ્તોલ, ધોકા અને પાઇપ જેવા જીવલેણ હથીયારો સાથે આવીને રાજકોટથી મોરબી ફોર્ચ્યુનર ગાડી લઈને પરત આવતા મમુદાઢીની ગાડીને રસ્તામાં રોકી આડેધડ ફાયરીંગ કરવામાં આવ્યું હતુ જેથી હાલમાં પોલીસે મૃતકના દીકરાની ફરિયાદ મુજબ આરોપીઓ સામે આઈપીસી કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૨૦, ૧૨૦ (બી), ૩૪, ૩૦૨, ૩૦૭, ૩૨૩, ૩૪૧, ૪૨૭ આર્મ્સ એકટ કલમ ૨૫ (૧૧બી) એ, ૨૭, તથા જી.પી.એ.કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…
વધુ સમાચાર માટે નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH