વાંકાનેર શહેર ખાતે આવતીકાલે શ્રી ગેલેક્સી ક્રેડિટ કો. ઓ. સો. લી. દ્વારા આયોજિત મોમીન રત્ન સન્માન સમારોહ યોજાશે જેમાં મોમીન સમાજના તમામ નાગરિકોને હાજર રહેવા ગેલેક્સી ગ્રુપ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ સન્માન સમારોહમાં વાંકાનેર તાલુકાના પ્રતિભાવંત વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે જેમાં વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા અધ્યક્ષસ્થાને હાજર રહેશે. આ સાથે જ આ કાર્યક્રમમાં વાંકાનેર એપીએમસી ચેરમેન શકીલ પીરઝાદા, મદદનીશ સચિવ આરોગ્ય વિભાગ ગાંધીનગરથી એ. એ. બાદી, સુન્ની સુમરા એજ્યુકેશન ટ્રસ્ટ-રાજકોટના પ્રમુખ ઈકબાલભાઈ ભૈયા, કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદા, બાલાપીર ટ્રસ્ટના પ્રમુખ મીમનજી હાજીસાહેબ સહિતના ખાસ હાજર રહેશે….
તા. 18/11/2021, ગુરુવાર બપોરે 1:30 કલાકે
સ્થળ : ગેલેક્સી હોલ, ગેલેક્સી હાઈસ્કૂલ, નેશનલ હાઈવે, ચંદ્રપુર, વાંકાનેર
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe