વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ખાતે આવેલ ગેલેક્સી હાઇસ્કૂલ ખાતે વાંકાનેરના સામાજિક-રાજકીય આગેવાનો અને સામાજિક સેવા સમિતિ દ્વારા હાલ કોરોના મહામારીના સમયમાં કોવિડ દર્દીઓ માટે ખાસ મોમીન કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં હાલ સરકાર દ્વારા 100 બેડની મંજુરી આપવામાં આવી છે જેમાંથી 50 જેટલા બેડ સાથે આ કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે….
વર્તમાન કોરોના મહામારીના સમયમાં સરકારને સહયોગ આપવા અને સમાજને ઉપયોગી થવાના ઉમદા હેતુથી વાંકાનેર સામાજિક સેવા સમિતિ દ્વારા ધારાસભ્ય પીરઝાદાના માર્ગદર્શન હેઠળ કોઈપણ નાતજાતના ભેદભાવ વગર મોમીન કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં હાલ સારવાર માટે દાખલ થતાં દર્દીઓને જનરલ ઓ.પી.ડી., આઉટડોર ઓ.પી.ડી. અને ઓક્સિજન સુવિધા આપવામાં આવી રહી છે.…
ગેલેક્સી હાઈસ્કૂલ-ચંદ્રપુર ખાતે શરૂ કરવામાં આવેલ મોમીન કોવિડ કેર સેન્ટરમાં કુલ 100 બેડને મંજુરી આપવામાં આવી છે જેમાંથી હાલ 50 બેડ કાર્યરત કરાયા છે અને બીજી જરૂરીયાત મુજબ વધુ બેડ ટુંક સમયમાં જ કાર્યરત કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
હાલ મોમીન કોવિડ કેર સેન્ટરમાં મોટાભાગના બેડ ફુલ હોય જેથી નવા આવતા તમાંમ દર્દીઓને ઉપલબ્ધ સુવિધાઓ અને ડોક્ટરની સલાહ મુજબ દાખલ કરવા અને સારવાર આપવામાં આવી રહી છે.
હાલ વાંકાનેર વિસ્તારના અગ્રગણ્ય સામાજિક-રાજકીય અગ્રણીઓ, સમાજસેવકો, આગેવાનો, ઉદ્યોગપતિ-વેપારીઓ ખડેપગે રહી અને સેવા આપી રહ્યા છે અને આગામી સમયમાં પરિસ્થિતિ મુજબ જરૂરી તમામ સેવા માટે તત્પરતા પણ દાખવી રહ્યા છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/KtzP7mx3AkvCarWkgCgoCr