થોડા દિવસો પહેલા ગુજરાતમાં ભયાનક વાવાજોડુ તૌકતે એ ભારે તારાજી સર્જી હતી જેની અસર ખાસ કરીને સમુદ્રી કિનારે દેખાઈ હતી. ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા રાજુલા, ઉના, નિતલી, રોઈસા, કોદીયા, વરસિંગ પુર એલમપુર, રાજપરા સહિતના વિસ્તારોમાં ખૂબ તારાજી સર્જાઈ હતી જેમાં લોકોના મકાનોના પતરા ઉડી જતા ભયંકર મુશ્કિલીનો સામનો કારી રહ્યા છે, તેમજ પીવાના પાણીની વ્યવસ્થા પ્રભાવિત થઈ છે, હાલમાં કોરોનાના કારણે ધંધા રોજગાર અને ખાસ કરીને રોજ કમાઈને રોજ ખાનારો જે ખૂબ મોટો વર્ગ છે તે તકલીફનો સામનો કરી રહ્યો છે….
આવા કપરા સમયમાં મોહસીને આઝમ મિશનની સેન્ટ્રલ કમિટી દ્વારા રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે તેમાં મુખત્વે રાશન કીટ અને મકાનની છતોનું સમારકામ, પીવાના પાણીની સુવિધા વગેરે રિલીફના કાર્યો મિશનની ટિમના સભ્યો કરી રહ્યા છે…
વાંકાનેર મિશનના જીમેંદાર જૈનુલ આબેદીન અશરફી અને હાજી ઈકબાલભાઈ વેરાવળની આગેવાનીમાં મોહસીને આઝમ મિશન મોડાસાના મેમ્બર્સ આસિફ ખાનજી અને ડિસ્ટ્રિક્ટ નિગરાનો આરીફભાઈ સિંધવા અને યુનુસભાઈ સુથાર અને બીજા સ્થાનિક કાર્યકરો હાજી ઈકબાલભાઈ વેરાવળ અને અશરફભાઈની સાથે પુરી સેન્ટ્રલ કમિટીના સભ્યો રિલીફ કાર્યોની વ્યવસ્થા સંભાળી રહ્યા છે, ત્યાંના સ્થાનિક કાર્યકરો મિશનની ટિમ સાથે ખૂબ મહેનત કરી રહ્યા છે…
આ સાથે જ આ ટીમ દ્વારા રાજુલા અને તેની આજુબાજુના 17 ગામોમાં સર્વે કરી 300થી વધુ અસરગ્રસ્ત પરિવારોમાં રાશન કીટો પહોંચાડવામાં આવી છે. વધુમાં સેન્ટ્રલ કમિટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ રાહત કાર્યો આગળ પણ ચાલુ રહેશે અને જરૂર પડશે તો મિશનની બીજી શાખાઓના કાર્યકરોને પણ ત્યાં બોલાવવામાં આવશે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f