શહેર ભરમાં અને તાલુકાના ગામેગામ ઠેરઠેર આમ ન્યાઝ, લંગરો અને વાયઝ થકી મુસ્લિમ બિરાદરો હુસેન-મય : આવતી કાલે તાજીયા પડમાં આવશે, સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ તહેવારની ઉજવણી કરાશે….

હાલ મુસ્લિમ બિરાદરોનો પવિત્ર મહોરમ માસ ચાલી રહ્યો છે જે નિમિત્તે સમગ્ર વાંકાનેર વિસ્તારમાં હુસેની માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં સમગ્ર વિસ્તારમાં ઠેરઠેર આમ ન્યાઝ, લંગરો અને રાત્રે વાયઝ-તકરીર સહિતના કાર્યક્રમોના આયોજન મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ આવતીકાલથી તાજીય પડમાં આવશે જેની સંપૂર્ણ ઉજવણી સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ કરવામાં આવશે….

મહોરમ મહિનાની દસ તારીખ ઈસ્લામિક મહત્વ ધરાવે છે જેમાં ઈસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબના નવાસા ઈમામ હુસૈન કરબલાના મેદાનમાં અસત્ય સામે લડત દરમ્યાન શહિદ થયા હોય જેથી મુસ્લિમ બિરાદરો દ્વારા તેમની શહાદતને યાદ કરી તહેવારની ગમ સાથે આમ ન્યાઝ, લંગર, તકરીર, બયાન, વાયઝ સહિતના કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવે છે…

લક્ષ્મીપરા ખાતે મહોરમ માસની શરૂઆતથી લંગર શરૂ…

વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં મહોરમ માસની શરૂઆતથી સમાજસેવક અફઝલભાઈ લાખા અને આ વિસ્તારની મહિલાઓ દ્વારા સાંજના સમયે આમ ન્યાઝ(લંગર)નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં મુંબઈના કેટરર્સ દ્વારા દરરોજ અલગ અલગ પ્રકારની ન્યાઝ બનાવી લોકોમાં તકસીમ કરાઇ રહ્યો છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq

error: Content is protected !!