વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે આવેલ મહંમદી લોકશાળા ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભ અને બાળ પ્રતિભા શોધ કસોટીનું ગત તા:૦૯/૦૨/૨૦૨૨ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં D.Y.D.O શ્રીમતી હિરલબેન વ્યાસ, મોરબી જિલ્લા રમત ગમત અધિકારી શ્રીમતી પ્રવીણાબેન પાંડાવદરા તથા P.Y.D.O. શ્રી નાકિયા સાહેબે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું….
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે હાજર રહેલ વાંકાનેર પ્રાંત અધિકારી શ્રી. એ. એચ. શિરેસિયા સાહેબએ દીપ પ્રાગટ્ય કરી કલા મહાકુંભની શરૂઆત કરાવી હતી. મુખ્ય મહેમાન શ્રી શકીલઅહેમદ પીરઝાદા (ચેરમેનશ્રી A.P.M.C.વાંકાનેર), અશ્વિન ભાઈ મેઘાણી (વાઈસ ચેરમેનશ્રી A.P.M.C.વાંકાનેર) તથા શાળાના આચાર્યશ્રી માથાકિયા સાહેબ પણ વિશેષ હાજર રહ્યા હતા…
આ કલા મહાકુંભમાં ૬ થી ૬૦ વર્ષ સુધીના આશરે ૬૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લઈ વિવિધ સ્પર્ધામા પોતાની આગવી કલા અને પ્રતિભાના ઓજસ પાથર્યા હતા. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પટોડી સાહેબની આગેવાનીમાં સૈયદ ફરહતઅલી, જુનેદ વડાવીયા, તૈમુદ્દીન શેરસિયા, સોયેબઅલી શેરસિયા, જેઠાલાલ વાનાણી, જીતેન્દ્ર ગોસ્વામી, નવીનચંદ્ર સોલંકી, મયુર પરમારએ ભારે જહેમત ઉઠાવી હતી તેમજ ઉદ્દઘોષક તરીકે મોહસીન મારવીયાએ સેવા આપેલ…..
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/HhUUwG5FSw3I2EgxB9bA1W