વાંકાનેર શહેરમાં લગ્નપ્રસંગમાં મંડપ સર્વિસ કોન્ટ્રાકટર દ્વારા પાણીના જગ નહીં મોકલતા મંડપ સર્વિસનું બિલ ચુકવવા મામલે ચાર શખ્સોએ મંડપ સર્વિસના ધંધાર્થી પર હુમલો કરી માર માર્યો હતો જેથી આ બનાવનો કેસ વાંકાનેર કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ચાર આરોપીઓને દંડ ફટકાર્યો હતો…

આ કેસની હકીકત જોઈએ તો વર્ષ 2019માં મંડપ સર્વિસના ધંધાર્થી હરેશભાઈ કારીયાને આરોપી ભરતસિંહ ઝાલા, કૃષ્ણસિંહ ઝાલા, વનરાજસિંહ ઝાલા, હકુભા ઝાલાએ તેમના સંબંધીના લગ્ન પ્રસંગમાં પાણીના જગ ન મોકલ્યા હોય મંડપ સર્વિસનું બિલ નહિ ચૂકવવા કહ્યું હતું…

જો કે આરોપીઓના સગાએ આ બિલ ચૂકવી દેતા ચારેય આરોપીઓએ બિલ કેમ લીધું કહી મંડપ સર્વિસની ઓફિસમાં જઈ હરેશભાઇ ઉપર હુમલો કરતા આ મામલે વાંકાનેર પોલીસ મથકમાં હરેશભાઇના પત્ની પ્રીતિબેને ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા ધી ગુજરાત પોલીસ એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો…

જે અંગેનો કેસ વાંકાનેર કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષના વકીલ શ્રીમતી અંજનાબેન એમ. રાઠોડ તથા સરકાર પક્ષે એ.પી.પી. શ્રીમતી એ. એન. પટેલની દલીલો ધ્યાને લઇ નામદાર વાંકાનેર અદાલતે તમામ આરોપીઓને રૂપિયા 1- 1 હજારનો દંડ ફટકાર્યો હતો….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!