વાંકાનેર તાલુકાના મહિકા ગામ નજીક આવેલ મચ્છુ નદીના પુલ નીચેથી આજે એક અજાણ્યા પુરૂષની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી છે, જેથી બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામ નજીકથી આજે સવારે એક અજાણ્યા પુરૂષની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી જેથી ગામના જાગૃત નાગરિકોએ બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે જવા રવાના થયો છે. હાલ ગામલોકો પાસેથી મળતી પ્રાથમિક વિગતો મુજબ મૃતક આધેડ વયના હોય અને તેનું મોત બેથી ત્રણ દિવસ અગાઉ થયુ હોવાનું જાણવા મળે છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT