વાંકાનેરથી ગાંધીનગર અવાજ ઉઠાવવા જતાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને રાતોરાત ઉઠાવી લેતી પોલીસ…..

0

ગાંધીનગર ખાતે પહોંચી વિરોધ નોંધાવે તે પહેલાં પોલીસે 40 કર્મચારીઓની અટકાયત કરી….

ગુજરાતમાં મધ્યાન ભોજન યોજનામાં કામ કરતા સંચાલકો અને હેલ્પર સહિતનાઓને નજીવો પગાર છેલ્લા ઘણા વર્ષોથી આપવામાં આવી રહ્યો છે, જેથી પગાર વધારા સહિતની માંગણીઓ સાથે આજે સોમવારે ગુજરાત ભરમાંથી મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓએ વિરોધ નોંધાવવા ગાંધીનગર પહોંચવાના હોય જેમાં વાંકાનેરથી બસમાં ગાંધીનગર તરફ જતા આ કર્મચારીઓને વાંકાનેર સીટી પોલીસે રાતોરાત અટકાવી તમામની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા….

ગુજરાતભરમાંથી મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો દ્વારા પડતર માંગણીઓ અનુસંધાને આજે સોમવારે ગાંધીનગર ખાતે ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ગુજરાતમાંથી લગભગ એક લાખ જેટલા કર્મચારીઓ ગાંધીનગરમાં ઉમટી પડે તેવું આયોજન કરવામાં આવ્યું હતું જેમા વાંકાનેર તાલુકામાંથી ગાંધીનગર આંદોલનમાં જોડાવા માટે જતાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને ચંદ્રપુર ગામ પાસે રોકોવામાં આવ્યા હતા અને વાંકાનેર તાલુકામાંથી મહિલા સંચાલકો સહિતના કુલ 40 જેટલા એમડીએમના સંચાલકોએ ખાનગી બસ બાંધીને ગાંધીનગર જતાં હતા તેને રોકીને વાંકાનેર સિટી પોલીસ દ્વારા ડીટેઇન કરવામાં આવ્યા હતા અને કલાકો સુધી પોલીસ મથકે બેસાડી રાખવામા આવ્યા હતા…

અટકાયત બાદ મહિલા સંચાલકોને રાત્રિના સમયે ઘરે જવા દેવામાં આવ્યા હતા, જો કે, પુરૂષોને સવારે આઠ વાગ્યા સુધી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને રોકી રાખવામાં આવ્યા હતા. આ તકે સૌ કાર્યકરોએ રાજ્ય સરકાર અને પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, રાજ્યની ભાજપ સરકારના ઈશારે આજે વાંકાનેર સીટી પોલીસે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા જતાં અમોને રોકી અટકાયત કરવામાં આવી હતી, જે બાબતે અમો આ અટકાયતનો વિરોધ કરીએ છીએ….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR