વાંકાનેર શહેર નજીકથી પસાર થતી મચ્છુ નદીના પુલ પરથી ગઈકાલ સવારે એક વૃદ્ધએ કુદકો મારી જીવન ટૂંકાવી લીધું હતું જેથી બનાવની જાણ થતાં વાંકાનેર સીટી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના વિશિપરા વિસ્તારમાં રહેતા જયંતીભાઇ અમરસીંહભાઇ ટુડીયા (ઉ.વ. 65) નામના વૃદ્ધે કોઈ અગમ્ય કારણોસર ગઈકાલ વાંકાનેર શહેર નજીક આવેલ મચ્છુ નદીના પુલ પરથી કૂદી આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl