મહિલાઓ કપડાં ધોતી હોય જેથી આરોપીને ત્યાંથી જતું રહેવાનું કહેતા ઉશ્કેરાયેલા શખ્સે મહિલાને ધોકો ફટકાર્યો….
વાંકાનેર શહેર નજીક આવેલ મચ્છુ નદીમાં મહિલાઓ કપડાં ધોવા માટે ગયેલ હોય ત્યારે ત્યાં એક શખ્સ બાઈક લઈને આવતા તેને અહીં મહિલાઓ કપડાં ધોતી હોય, જેથી જતુ રહેવાનું કહેતા બાબતે ઉશ્કેરાયેલા શખ્સે સહિત ચાર શખ્સોએ મહિલાને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટી ખાતે રહેતા ફરિયાદી જસ્મીનબેન શક્તિભાઇ ઝાલાવાડીયાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી તેમના બહેનપણી સાથે મચ્છુ નદીએ કપડાં ધોવા માટે ગયા હતા, ત્યારે આરોપી હશનભાઈ નામનો શખ્સ ત્યાં બાઈક લઈને આવતા જસ્મીનબેને આ શખ્સને અહીં મહિલાઓ કપડાં ધોતા હોય ન આવવા કહેતા ઉશ્કેરાયેલા આરોપીએ જસ્મીનબેનને વાંસામાં પાઇપ ફટકારી બાદમાં આરોપીએ તેની પત્ની, માતા અને અન્ય એક શખ્સને ફોન કરીને બોલાવી જસ્મીનબેનને માર મારતા બાબતે ફરિયાદી જસ્મીનબેનએ ચારેય આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bu8HbEUcia5CFzdZL271Lm