વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ એક સિરામિકના કારખાનામાં મજૂરીકામ કરતી વેળાએ અચાનક કોઈ કારણસર કારખાનાની મશીનરીમાં માથું આવી જવાથી મજૂર યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ એસકોન સીરામીક કારખાનામાં રહી મજૂરી કામ કરતા રામાદ્વર પાનસુ (ઉ.વ. 35, રહે. મુળ પંચમહાલ) નામના યુવાનનું કારખાનામાં મજુરી કામ કરતી વેળાએ અચાનક માથું મશીનરીમાં આવી જવાથી યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જે બાદ યુવાનના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી, બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતાં પોલીસે બાબતે અકસ્માત મૃત્યુ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH