વાંકાનેર સહિત સમગ્ર ગુજરાતમાં સારા વરસાદ અને સારા ખેત ઉત્પાદન માટે હઝરત શાહબાવા દરગાહ ખાતે ચાદર ચડાવી તેમજ નાગાબાવા મંદિર ખાતે વાઘા ચડાવી દુઆ- પ્રાર્થના કરાઇ…
આજ રોજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડ પરીવાર દ્વારા વાંકાનેર તેમજ સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ પડે અને ખેડૂતોને સારૂ ખેત ઉત્પાદન મળે તે માટે શહેનશાહ-એ-વાંકાનેર હઝરત શાહબાવા દરગાહ ખાતે તેમજ સંત નાગાબાવા મંદિર ખાતે વાઘા ચડાવી દુઆ-પ્રાર્થના કરવામાં આવી હતી….
આ તકે વાંકાનેર માર્કેટિંગ યાર્ડનાં વાઈસ ચેરમેન અશ્વિનભાઈ મેઘાણી, ડાયાભાઈ સરૈયા, ફકીરભાઈ રાતડીયા, વીનુભાઈ દોશી, રફીકભાઈ બાદી, ઉત્તમભાઈ રાજવીર, પદુભાઈ પુજારા, નજુભાઈ બાદી, બીજરાજસિંહ ઝાલા, દુર્વેસભાઈ માથકીયા, અજરૂદીનભાઈ બાદી, કરશનભાઈ સોલંકી સહિત વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સદસ્યો તેમજ ખેડુતો આ દુઆ-પ્રાર્થનામાં જોડાયાં હતાં…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN