બે વર્ષથી ચાલી રહેલા સર્વિસ રોડનું કામ અચાનક બંધ કરાતા ત્રાહિમામ પોકારી ઉઠેલા ગ્રામજનોએ કર્યો હાઈવે બ્લોક, તંત્ર ઘોર નિદ્રામાં…
વાંકાનેર તાલુકાના મહિકા ગામ પાસે હાઈવે ઓથોરિટી દ્વારા બે વર્ષ પહેલાં સર્વિસ રોડના નિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું જે કામ અચાનક જ છ માસ પહેલા કોઈ કારણસર બંધ કરી દેવાતા છેલ્લા છ માસથી ગ્રામજનો હેરાનપરેશાન થઈ ગયાં છે. બાબતે અનેકવાર જવાબદાર તંત્રને રજૂઆત કરવા છતાં આજ સુધી પ્રશ્નનો ઉકેલ ન આવતા આખરે ગઈકાલે સાંજના સમયે ત્રાહિમામ પોકારી ઉઠેલા ગ્રામજનોએ હાઈવે ચક્કાજામ કર્યો હતો…
બાબતે પ્રાપ્ત વિગતો મુજબ બે વર્ષ પુર્વે વાંકાનેર તાલુકાના મહિકા ગામ નજીકથી પસાર થતા હાઈવે પર સર્વિસ રોડ નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં છ માસ પહેલા અચાનક આ કામગીરી બંધ કરી દેવાતા બંને બાજુના વેપારીઓ, ગામના નાગરિકો અને હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય,
તેમજ સતત આ વિસ્તારમાં ગંભીર અકસ્માતનો પણ ભય હોય જેથી ગ્રામજનો દ્વારા અનેક વખત જવાબદાર તંત્ર અને હાઈવે ઓથોરિટીને લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં પ્રશ્નનો ઉકેલ નહિ આવતાં આખરે કંટાળેલા ગ્રામજનોએ ગઈકાલે હાઈવે પર બેસી ચક્કાજામ કરી તાત્કાલિક આ સર્વિસ રોડની કામગીરી શરૂ કરી ઝડપથી પુરી કરવા માંગ કરી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GwvaiaIa6u6Hh5q4m1UAJF