વહેલી સવારથી ડેમની પારી પરથી પાણીની ઝાલરો શરૂ, આજથી ડેમના નયનરમ્ય દ્રશ્ય જોવા વાંકાનેર વાસીઓની ભીડ જામશે….
વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમ આજે વહેલી સવારે ઓવરફ્લો થતાં જ વાંકાનેર વિસ્તારમાં હરખની હેલી પ્રસરી ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મચ્છુ 1 ડેમ વર્ષ 2019, 2020, 2021 અને 2022 એમ સતત ચોથા વર્ષે ઓવરફ્લો થયો છે. હાલ ડેમમાં ધીમીધારે પાણીની આવક શરૂ હોય, જેથી ડેમની પારી પરથી પાણીની ઝાલરો શરૂ થઈ છે….
મચ્છુ 1 ડેમ સતત ચોથા વર્ષે ઓવરફ્લો થતાં ખેડૂતોને સિંચાઈ માટે આ વર્ષ પણ કેનાલમાં પાણી છોડવામાં આવશે. મચ્છુ-1 ડેમ ઓવરફ્લો થવાની તાત્કાલિક તંત્ર દ્વારા ડેમમાં પાણીની આવક જોતા નદી વિસ્તારમાં આવતા વાંકાનેર તાલુકાના 20 અને મોરબી તાલુકાના 4 ગામ મળી કુલ 24 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે....
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR