વાંકાનેરની જીવાદોરી સમાન મચ્છુ ડેમની જળ સપાટીમાં ભારે વરસાદના કારણે જંગી વધારો થયો છે, જેમાં હાલ પણ ડેમમાં પાણીની આવક ચાલુ હોવાથી ડેમની સપાટીમાં કુલ 20 ફુટ જેટલા વધારા સાથે હાલ મચ્છુ 1 ડેમની સપાટી 44 ફુટે પહોંચી છે…

બાબતે મચ્છુ 1 ડેમના અધિકારી દિલિપસિંહ જાડેજા પાસેથી મળતી માહિતી મુજબ, ચોમાસા પૂર્વે મચ્છુ 1 ડેમની જળ સપાટી 24 ફુટ નોંધાયેલ હોય, જેમાં વર્તમાન ચોમાસામાં પડેલા ભારે વરસાદના કારણે હાલ ડેમની જળ સપાટી 44 ફુટે પહોંચી છે એટલે કે ડેમમાં 20 ફુટ જેટલા નવા નીરની આવક નોંધાઇ છે. આ સાથે જ હાલ ડેમમાં 450 ક્યુસેક પાણીની આવક શરૂ છે. ડેમ સાઇટ પર વર્તમાન ચોમાસામાં 435 મીમી જેટલો વરસાદ નોંધાયો છે. જેના કારણે હાલ મચ્છુ 1 ડેમ 63% જેટલો ભરાયેલ ગણી શકાય છે.

વર્તમાન અડધાં ચોમાસામાં જ ડેમ 44 ફુટ ભરાઇ જતાં હવે આગામી વરસાદી માહોલમાં મચ્છુ 1 ડેમ ઓવરફ્લો થવાની શક્યતા ડેમ અધિકારી દ્વારા દર્શાવવામાં આવી છે. જેના કારણે વાંકાનેર વિસ્તારમાં ડેમમાંથી સિંચાઈનો લાભ‌ લેતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!