(પ્રતિકાત્મક તસ્વીર)
મચ્છુ 1 ડેમ સાઈટ પર ઉપરવાસમાંં રાત્રિના ભારે વરસાદને કારણે હાલ પણ ડેમમાં જંગી પાણીની આવક શરૂ, ડેમ ઓવરફ્લો થવામાં હવે માત્ર 1.8 ફુટ બાકી…
વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમમાં ગત રાત્રીના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની જંગી આવક શરૂ થઇ છે, જેમાં હાલ ડેમની કુલ સપાટી 47.25 ફુટે પહોંચી છે તેમજ હાલ ડેમમાં 25,000 ક્યુસેક કરતા વધુ પાણીની આવક થઇ રહી છે, જે જોતા ડેમ બપોર સુધીમાં ઓવરફ્લો થવાની પુરી શક્યતા દર્શાવાઈ રહી છે…
ગુજરાત ભરમાં જ્યારે મેઘો મહેરબાન છે ત્યારે વાંકાનેર વિસ્તારમાં ગતરાત્રીના ભારે વરસાદ પડ્યો હતો જેમાં મચ્છુ 1 ડેમ સાઈટ પર ગતરાત્રીના 85 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો અને ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે મચ્છુ 1 ડેમની સપાટીમાં 4.25 ફુટ જેટલો વધારો થતાં હાલ ડેમની સપાટી 47.25 ફુટે પહોંચી છે…
બાબતે ડેમ અધિકારી પાસેથી મળતી વિગતો મુજબ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે મોડી રાત્રીથી જ ડેમમાં પાણીની જંગી આવક શરૂ થઇ હતી જેના કારણે સવારે 7 વાગ્યે ડેમની સપાટી 47.25 ફુટે પહોંચી છે અને હાલ પણ ડેમમાં પાણીની જંગી આવક શરૂ હોય જે જોતા ડેમ બપોર સુધીમાં ઓવરફ્લો થવાની પુરી શક્યતા છે, જેથી મચ્છુ નદીના પટમાં અને નિચાણવાળા વિસ્તારોમાં રહેતા તમામ નાગરિકોને સાવચેત રહેવા અને નદી વિસ્તારમાં ન જવા અપીલ કરવામાં આવી છે…
વાંકાનેર વિસ્તારના પળે પળના સમાચાર અને મચ્છુ 1 ડેમની સ્થિતિ વિશેની તમામ, સચોટ અને ભરોસાપાત્ર માહિતી માટે અમારી સાથે જોડાઓ…
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GwvaiaIa6u6Hh5q4m1UAJF