પોલીસે અકસ્માતગ્રસ્ત કાર ચેક કરતાં તેમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો ! : રૂ. બે લાખ કરતાં વધારેનો મુદ્દામાલ જપ્ત….
વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામ ખાતેથી પસાર થતી એક દેશી દારૂ ભરેલી ઇકો કારના ચાલકે દારૂના નશામાં ચૂર બની બેફિકરાઈથી વાહન ચલાવી સુરાપુરા દાદાના મંદિરના ઓટલા સાથે ઇકો અથડાવતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં પોલીસે કાર ચાલકની દેશી દારૂના જથ્થા સાથે ધરપકડ કરી અન્ય એક શખ્સને ફરાર દર્શાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામ ખાતેથી ઇકો કારમાં દેશી દારૂનો જથ્થો ભરી હેરાફેરી કરવા નિકળેલા કાર ચાલકે દારૂના નશામાં પોતાની ઇકો કાર નં. GJ 03 KH 4782 ને ગામ નજીક આવેલ હનુમાનજીના મંદીર સામે સુરાપુરાના ઓટા પાસે અથડાવતા અકસ્માત સર્જાયો હતો, જેમાં પોલીસે કારની તલાશી લેતા તેમાંથી 175 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતાં પોલીસે કાર ચાલક આરોપી કમલેશભાઈ ધીરૂભાઈ ઉઘરેજીયા (ઉ.વ. ૧૯, રહે. ડાકવડલા, તા. ચોટીલા)ની દેશી દારૂ તથા કાર સહિત બે લાખ કરતાં વધારેના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. જયારે આ ગુનામાં સંડોવાયેલા ઇકો કારમાં સાથે બેઠેલ ચોટીલાના ખાટડીના લાલો કોળી નામનો શખ્સ નાસી જતા તેની સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf