જી. સી. ઈ. આર. ટી.- ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-રાજકોટ તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-મોરબી તથા દર્શક શાળા વિકાસ સંકુલ – વાંકાનેર દ્વારા આજરોજ વાંકાનેરના ચંદ્રપુર ખાતે આવેલ મોહંમદી લોકશાળા ખાતે માધ્યમિક શાળા માટે ગણિત, વિજ્ઞાન તથા પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવેલ, જેમાં સમગ્ર વાંકાનેર વિસ્તારમાંથી 32 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ ભાગ લીધો હતો. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ કુલ 38 જેટલી કૃતિઓ રજુ કરી હતી, જેમાં તમામ શાળાના વિદ્યાર્થીઓ અને માર્ગદર્શન શિક્ષકોને મલ્ટીસ્ટોન સિરામીકના ઓનર રાજેશભાઈ લિખીયાના સૌજન્યથી શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા….

આ પ્રદર્શનમાં નિહાળવા માટે વાંકાનેર શહેર અને આજુબાજુના ગામડાની ઘણીબધી શાળાના વિદ્યાર્થીઓ આવ્યા હતા. આ પ્રદર્શનના સમાપન કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે શકીલએહમદ પીરઝાદાએ ખાસ હાજરી આપી હતી. આ સાથે જ સૌજન્ય સંજયભાઈ, એચ.આર. ફિરોજભાઈ, નિર્ણયાક એ. એમ. કામરીયા, કે. કે. પટેલ તથા યુ. એ. કડીવાર ઉપસ્થિત રહ્યા હતા…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf
