વાંકાનેર તાલુકાના લીંબાળા ગામ ખાતે રહેતા એક યુવાને પ્રેમલગ્ન કરી લેતા બાબતે યુવતીના પિતાએ યુવાનની માતા વેવાણ પર લાકડી વડે હુમલો કરી માર મારી બંને હાથ ભાંગી નાંખતા આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લીંબાળા ગામ ખાતે રહેતા ફરિયાદી શારદાબેન જાદવભાઈ સીતાપરાના પુત્રએ આરોપી શંકર ઉર્ફે સંઘો પ્રેમજીભાઈ સીતાપરા (રહે.લીંબાળા)ની પુત્રી સાથે પ્રેમલગ્ન કરી લેતા બાબતે ઉશ્કેરાયેલાં આરોપી શંકર ઉર્ફે સંઘો પ્રેમજીભાઈ સીતાપરાએ લીંબાળા ગામની સરકારી દુધની ડેરી પાસે શારદાબેન ઉપર લાકડી વડે હુમલો કરી માર મારી બંને હાથમાં ફ્રેક્ચર કરી નાંખતા ફરિયાદી શારદાબેને આરોપી વેવાઇ સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf
