વાંકાનેર શહેર પોલીસ મથકમાં છેલ્લા છ માસથી દારૂના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને વાંકાનેર શહેર પોલીસ ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાની સુચના અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પીઆઈ વી. એલ. પટેલની ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન ખાનગી બાતમીના આધારે છેલ્લા છ માસથી વાંકાનેર શહેર પોલીસ મથકના દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપી શૈલેશ ગભરૂ ધાંધલ (ઉ.વ.26, રહે. કુંભાર, બોટાદ, હાલ. નવાગામ ચોકડી, થાનગઢ) ને વાંકાનેરની થાન ચોકડી પાસેથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી..

વાંકાનેર શહેર પોલીસ ટીમની આ કામગીરીમાં પીઆઈ વી. એલ. પટેલ, હીરાભાઈ મઠીયા, કૃષ્ણરાજસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ વાળા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi

error: Content is protected !!