છેલ્લી 24 કલાકમાં મચ્છુ 1 ડેમની સપાટી બે ફુટનો વધારો થઇ કુલ સપાટી 29.10 ફુટે પહોંચી…

લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની શાહી સવારી ફરી ગુજરાત પર વરસી રહી છે જેમાં સમગ્ર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વાંકાનેર વિસ્તારની જો વાત કરીએ તો સરકારી ચોપડે છેલ્લી 24 કલાકમાં 45 મીમી એટલે કે 1.75 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે….

છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર વાંકાનેર વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેમાં કાલ સાંજથી જ રીમઝીમ રીમઝીમ વરસાદ શરૂ થયો હતો જે આજ સવારે 10 વાગ્યા સુધીમાં કુલ 45 મીમી જેટલો નોંધાયો છે. આ સાથે જ સમગ્ર સિઝનની વાત કરીએ તો અત્યાર સુધીમાં વાંકાનેર વિસ્તારમાં કુલ 384 મીમી એટલે કે 15.11 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. બાબતે મચ્છુ 1 ડેમની સપાટી જોઈએ તો છેલ્લી 24 કલાકમાં ડેમની સપાટીમાં બે ફુટનો વધારો થતા હાલ ડેમની સપાટી 29.10 ફુટ જેટલી નોંધાઇ છે…

એટલે કે મચ્છુ 1 ડેમની કુલ 49 ફુટ જેટલી ઉંચાઇ માંથી હજુ ડેમમાં 29.10 ફુટ જેટલો જ પાણીનો જથ્થો સંગ્રહ થયો છે, ડેમ હજુ પણ અડધો ખાલી ગણી શકાય છે. આ સાથે જ છેલ્લી 24 કલાકમાં ડેમ સાઈટ પર મેઘરાજા મહેરબાન થયા હતા અને રીમઝીમ વરસાદ શરૂ હોય ડેમમાં ધીમીધારે પાણીની આવક પણ ચાલુ છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH

error: Content is protected !!