મંજૂરી વગર લગ્ન પ્રસંગમાં ભીડ એકત્રિત કરી વાંકાનેરના ખીજડીયા ગામે પોલીસે કાર્યવાહી કરી, લોકોમાં ફફડાટ…

કોરોના મહામારીને કારણે લગ્ન પ્રસંગે પૂર્વ મંજૂરી લેવી ફરજીયાત હોવા છતાં વાંકાનેર તાલુકા ખીજડિયા ગામે નોંધણી વગર જ દીકરીના લગ્ન પ્રસંગમાં ભીડ એકત્રિત કરવામાં આવતા પોલીસે પિતા વિરુદ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અને કોવિડ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરતાં લગ્ન ધારકોમાં ફફડાટ ફેલાયો છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વૈશ્વિક મહામારી કોરોનાની ત્રીજી લહેર જેવી સ્થિતિમાં કેન્દ્ર સરકારની ગાઈડ લાઇન મુજબ હાલમાં કોવિડ ગાઈડલાઈન મુજબ લગ્નપ્રસંગ યોજવા ઓનલાઈન નોંધણી ફરજીયાત હોવાની સાથે 150 લોકોને જ છૂટ હોવા છતાં વાંકાનેર તાલુકાના રાજ ખીજડિયા ગામે હુશેનભાઇ અલીભાઇ શેરસીયાએ પોતાની દીકરીના લગ્નપ્રસંગે આવી કોઈ ઓનલાઇન નોંધણી ન કરાવી સરકારી ગાઈડ લાઈન કરતા વધુ લોકોની ભીડ એકત્રિત કરતા વાંકાનેર તાલુકા પોલીસ દોડી હતી…

વધુમાં વાંકાનેર તાલુકા પોલીસે ઓનલાઈન પોર્ટલ ઉપર નોંધણી વગર લગ્નપ્રસંગ યોજતા હુશેનભાઇ અલીભાઇ શેરસીયા વિરુદ્ધ આઈપીસી કલમ ૧૮૮,૨૬૯, તથા ડીજાસ્ટર મેનેજમેન્ટ એકટ ની કલમ ૫૧(એ) મુજબ ગુન્હો નોંધી માસ્ક પહેર્યા વગર કે સેનેટાઇઝરની કોઇ જાતની વ્યવસ્થા કર્યા વગર લગ્ન પ્રસંગમાં માણસોની ભીડ એકત્રીત કરી સોસ્યલ ડીસ્ટન્સ ન જાળવી કોરોના સંક્રમણ ફેલાઇ તેવુ બેદરકારી ભર્યુ કૃત્ય કરવા સબબ કાર્યવાહી હાથ ધરી લોકોને કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરવા કડક સંદેશ આપ્યો છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Lx2QskXXZMs3SVDI5qR4Oq

error: Content is protected !!