સરકારી કર્મચારીઓને ફાળવવામાં આવેલ પ્લોટ ઉપર માથાભારે શખ્સો દ્વારા ગેરકાયદેસર કબ્જો જમાવી ભંગારનો ડેલો અને કડબ વેચવાનું શરૂ કર્યું, બે આરોપીઓ સામે ફરિયાદ નોંધાઇ…
સામાન્ય રીતે માથાભારે શખ્સો દ્વારા આમ નાગરિકોની પડતર પડેલ જમીનો પર ગેરકાયદેસર કબજો જમાવી લેવામાં આવતો હોવાના બનાવ સામે આવે છે જ્યારે વાંકાનેર વિસ્તારમાં ખુદ મામલતદાર અને નિવૃત્ત મામલતદારના સરકારે ફાળવેલ પ્લોટ પર માથાભારે શખ્સો દ્વારા કબ્જો જમાવવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં સરકારી કર્મચારીની ફરિયાદ પરથી પોલીસે બે આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હષૅદકુમાર મણીલાલ પરમારના પિતાને જિલ્લા કલેકટર દ્વારા વાંકાનેર શહેરમાં ડો .દેલવાડીયાના દવાખાના નજીક રહેણાંક હેતુ માટે 200 ચોરસ વાર જમીન ફાળવવામાં આવી હતી, જે જમીન ઉપર આરોપી કાદરભાઈ અબુભાઈ કાસવાણી અને તેના પુત્ર શાહરૂખ કાદરભાઈ કાસવાણી (રહે. બંન્ને ખડીપરા, નવાપરા શેરી નંબર -૨, વાંકાનેર)એ ગેરકાયદેસર કબ્જો જમાવી, ભંગારનો ડેલો બનાવી ઘાસચારો વેચવાનું શરૂ કરી પ્લોટ ખાલી નહીં થાય તેવું જણાવતા હર્ષદભાઈ પરમારે લેન્ડગ્રેબિંગ એક્ટ અન્વયે પગલાં ભરવા અરજી કરતા પોલીસે બન્ને પિતા-પુત્ર વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ ની કલમ ૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુન્હો નોંધ્યો છે….
બીજા કિસ્સામાં વાંકાનેરના નિવૃત મામલતદાર લલીતકુમાર જીવણભાઈ પુજારાની માલીકીનો ઉપરોક્ત જગ્યાની બાજુમાં આવેલ 200 ચોરસ વારનો સરકાર દ્વારા ફાળવવામાં આવેલ પ્લોટ પણ ઉપરોક્ત બંને આરોપીઓએ પચાવી પાડી પ્લોટ ફરતે ફેન્સીગ વાળી ભંગાર નાખી પતરાનુ છાપરૂ કરી તેમજ ઘાસચારો વેચવાનું છાપરૂ બનાવી નાખતા નિવૃત મામલતદારની ફરિયાદ પરથી પોલીસે બન્ને પિતા-પુત્ર વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ ની કલમ ૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7