વિધાર્થીનીઓના સર્વાંગી વિકાસ તેમજ કન્યા કેળવણી, સ્ત્રી સશક્તિકરણ અને રાષ્ટ્રીય ભાવના માટે પ્રવૃતિશીલ અને પ્રયત્નશીલ એવી વિધાભારતી-વાંકાનેર ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિધાલયને વર્ષ 2020-2021 માટે મોરબી જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે…
જીલ્લાની બેસ્ટ શાળાને દર વર્ષે શિક્ષણ વિભાગ દ્રારા એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડ માટે જે તે શાળાનું ભૌતિક પરિસર, સામાજિક અને સેવાકીય પ્રવૃતિ, પયાર્વરણલક્ષી કાર્ય તેમજ શાળાનું છેલ્લા 3 વર્ષનું પરિણામ જો 75% ઉપર હોય તો જ ભાગ લઈ શકાય છે. જેમાં વાંકાનેરની શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયના છેલ્લા 20 વર્ષથી પરિણામ 80% ઉપર આવેલ છે તેમજ 3 વર્ષ સુધી તો શાળાએ 100% પરિણામ મેળવેલ છે. આ સંસ્થા કન્યાઓનાં સર્વાંગી વિકાસ માટે સતત જાગૃત રહે છે…
શાળાના આચાર્ય દર્શનાબેન જે. જાની તેમજ સમગ્ર શાળાના તમામ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો હ્દય પૂર્વક અને નીતિમતાથી શાળા માટે તેમજ વિધાર્થિનીઓના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. માટે શાળાને અત્યાર સુધીમાં 3 વખત જિલ્લાની શ્રેષ્ઠ એવોર્ડ અને રાજ્યમાં એક વખત શ્રેષ્ઠ શાળા એવોર્ડ મેળવી ચૂકી છે. જેનો શ્રેય સંસ્થાના પ્રમુખ લલિતભાઈ મહેતાના પ્રેરણાબળ તેમજ ટ્રસ્ટ્રીઓના સમ્રગલક્ષી અને સતત માર્ગદર્શનને જાય છે…
સ્થાપના વર્ષથી જ આ સંસ્થાએ ઉત્તરોત્તર પ્રગતિ કરી છે. આ એવોર્ડ માટે જિલ્લા શિક્ષણાધિકારી મોરબી દ્રારા શાળાનું 2 વખત મૂલ્યાંકન કરી 5 નિણાર્યકની કમિટી દ્રારા શાળાની મોરબી જિલ્લાની પ્રથમ નંબરની શ્રેષ્ઠ શાળા માટે પસંદગી થઈ છે. ત્યારે આ તકે મોરબી જિલ્લા શિક્ષાધિકારી કચેરી, બી.એન.સોલંકી, ભાલોડીયાભાઈ, તેમજ નિણાર્યકની સમગ્ર ટિમનો શાળાના આચાર્ય દર્શનાબેન જાની તેમજ ટ્રસ્ટ પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.
ભવિષ્યમાં પણ શાળા કન્યા કેળવણી ક્ષેત્રે હમેશા અગ્રેસર રહેશે અને સમાજ અને રાષ્ટ્રની પ્રવૃતિમાં શાળા પોતાનું મહત્તમ યોગદાન સતત આપતી રહેશે એવુ શાળાના આચાર્ય દર્શનાબેન જાની તથા પ્રમુખ લલીતભાઈ મહેતાએ એક પ્રેસ યાદીમાં જણાવ્યું હતું.
આ તકે વિધાભારતી ટ્રસ્ટ્રના ટ્રસ્ટ્રી વિનુભાઇ શાહ, અમરશીભાઈ મઢવી, ઇશ્વરભાઇ પંડ્યા, વિનુભાઇ રૂપારેલિયા, દિનેશભાઇ રાવલે શાળાના સાથી સહાયકથી લઈને પ્રધાનચાર્ય સુધીના તમામની મહેનતને બિરદાવી હતી અને શાળાની વિદ્યાર્થીની તથા વાલીઓ સહિત દરેકનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA