વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં જુગારનો દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ત્રણ શખ્સોને રૂ. 15,100 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી, તમામ આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં આવેલ ગરબી ચોકના પટ્ટામાં દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા ગોપાલભાઇ દેવાભાઇ ગમારા (ઉ.વ.૩૪, રહે. ભરવાડપરા શેરી નં.૦૪, વાંકાનેર), સુનીલભાઇ ઉર્ફે કન્ટ્રી કાળુભાઇ બાબરીયા (ઉ.વ.૩ર, રહે, ગાયત્રી મંદીર સામે મફતીયપરા, વાંકાનેર), અને નરેશભાઇ રઘુભાઇ સારેસા (ઉ.વ.૪૨, રહે. આંબેડકરનગર, વાંકાનેર) ને રોકડ રકમ સહિત કુલ રૂ. 15,100 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરીમાં યશપાલસિંહ પરમાર, હરપાલસિંહ પરમાર, હરદીપસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ વાળા, કૃષ્ણરાજસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ ઝાલા, ધર્મરાજભાઈ ગઢવી સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU