વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામ ખાતે કડિયા કામ કરતી વેળાએ પહેલા માળ ઉપરથી યુવાન નીચે પડી ગયો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતાં બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધી કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના દિવાનપરા વિસ્તારમાં રહેતો અને કડિયા કામ કરતા સુનિલ મનુભાઈ દેત્રોજા (ઉ.વ. ૨૧) નામનો યુવાન વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે અહેમદભાઈ કાતિયારના ઘરે કડિયા કામ કરી રહ્યો હતો ત્યારે પહેલા માળેથી તે નીચે પટકાતા તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત થયું હતું, જેથી બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધી કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR

error: Content is protected !!