દાદાગીરી સાથે જેસીબી નથી લેવું કહી પિતા-પુત્રોએ આધેડ પર હુમલો કરી માર માર્યો…

વાંકાનેર તાલુકાના કોઠી ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલ એક ખાનગી માલિકીની પ્લોટમાં આજ ગામના ત્રણ માલધારીઓએ પોતાનું જેસીબી પાર્ક કરેલ હોય જેને પ્લોટ માલિકે ત્યાંથી હટાવી લેવાનું કહેતાં બાબતે દાદાગીરી કરી ત્રણ શખ્સોએ આધેડ પર હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કોઠી ગામ ખાતે રહેતા ઇકબાલભાઈ જમાલભાઈ પીપરવાડિયાનો ગામના બસ સ્ટેન્ડ પાછળ એક પ્લોટ આવેલ હોય જેમાં આરોપી સતાભાઈ લાખાભાઈ ભરવાડ, નવઘણ સતાભાઈ ભરવાડ તેમજ સતાભાઈના અન્ય પુત્રએ જેસીબી પાર્ક કર્યું હોય, જે હટાવી લેવાનું કહેતા ત્રણેય આરોપીઓએ ફરિયાદી ઇકબાલભાઈ પર હુમલો કરી ગાળો આપી, લાકડી અને પાઇપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી બનાવ અંગે ઇકબાલભાઈએ ત્રણેય આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

 

error: Content is protected !!