કોમી એકતાના પ્રતીક રૂપે રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરો માટે ઈફ્તારી અને હિન્દુ સમાજના નાગરિકો માટે હનુમાન ચાલીસાનું આયોજન કરી ચાલું કોરોના મહામારીથી ભારત દેશના દરેક નાગરિકની સુરક્ષા માટે પ્રાર્થના કરાઇ…
નર્મદેશ્વર મિત્ર મંડળ-વાંકાનેર અને નરેન્દ્ર મોદી વિચાર મંચ આઇ ટી દ્વારા ગઇકાલે વાંકાનેર ભાટીયા સોસાયટી ખાતે કોમી એકતાના દર્શન કરાવાયા હતા જેમાં આઈટી સેલના અધિયક્ષ શ્રી મનોહરસિંહ જાડેજા(ટીનુભા) તેમજ નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈ ટી સેલ વાંકાનેર તાલુકાના સભ્યો દ્વારા ચાલું રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરો માટે ઈફ્તારી(રોજા છોડાવવા)નું તેમજ નર્મદેશ્વર મિત્ર મંડળ દ્વારા મહાદેવ મંદિરે(ભાટીયા સોસાયટી) ખાતે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું….
કોમી એકતાના દર્શન સાથે જ તમામ હિન્દુ-મુસ્લિમ બિરાદરો દ્વારા કોરોના મહામારીથી તમામ માનવ જાતની રક્ષા કરવાની ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી હતી. નર્મદે સ્વર મિત્ર મંડળ દ્વારા અવારનવાર ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે જેમાં તાજેતરમાં જ આ ગ્રુપ દ્વારા ઉઘાડા પગે શહેનશાહ-એ-વાંકાનેર હઝરત શાહબાવા દરગાહ ખાતે શોળ
અને નાગાબાવા મંદિર ખાતે શાલ ચડાવી કોરોના મહામારી દુર કરવા પ્રાર્થના, ઓક્સીજનની બોટલ તેમજ ઓક્સીજન કીટની સેવા, સ્મશાન માટે લાકડા સહિતાના સેવા કાર્યો કરવામાં આવે છે, જે કામગીરીઓ ખરેખર બિરદાવવા લાયક છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરીb અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f