વાંકાનેર તાલુકાના ખેરવા ગામની સીમમાંથી રાજકોટ પોલીસે ચોક્કસ ખાનગી બાતમીના આધારે દરોડો પાડી બાયોડીઝલ જેવા શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થના મોટો જથ્થા સાથે બે શખ્સોને રૂ. 19.50 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ખેરવા ગામ નજીક બાયોડીઝલના નામે જ્વલનશીલ પદાર્થ વેચાતું હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી બોલેરો પીકઅપ ગાડી GJ 14 X 4673માં ભરેલ 400 લિટર પ્રવાહી, એક અશોક લેલન્ડ કંપનીનો ટ્રક GJ 12 AY 7441 માં 200 લિટર પ્રવાહી તથા
અન્ય ટાંકામાંથી 10,500 લિટર પ્રવાહી સહિત કુલ રૂ. 19,50,000 ના મુદ્દામાલ સાથે આરોપી પ્રફુલ અરજણભાઇ ચોવટીયા (ઉ.વ. 40, રહે. સત્યસાઇ હાર્ટ હોસ્પિટલ રોડ, વૃજ કોમ્પલેક્ષ-૪૦૨ રાજકોટ) અને ટ્રક ડ્રાઇવર યુસુફ કાળુભાઇ મવર (ઉ.વ. 45, રહે. કુલીનગર-૧, વીશીપરા, મોરબી)ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH