ગ્રામ પંચાયત દ્વારા વાંકાનેર મામલતદારશ્રીને લેખિતમાં રજૂઆત કરી મોબાઇલ ટાવર ઇન્સ્ટોલેશન બંધ કરાવવા માંગ…
વાંકાનેર તાલુકાના ખેરવા ગામ ખાતે આવેલ સર્વે નં. ૨/૪ ની ખેતીની જમીનમાં પરમાર પરસોતમભાઇ બચુભાઈ દ્વારા જવાબદાર અધિકારી કે ગ્રામ પંચાયતની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે મોબાઇલ ટાવર ઇન્સ્ટોલેશન શરૂ કરાતા બાબતે ખેરવા ગ્રામ પંચાયત દ્વારા વાંકાનેર મામલતદારશ્રીને લેખિતમાં રજૂઆત કરી આ કામગીરી બંધ કરાવવા માંગ કરવામાં આવી છે….
બાબતે ગ્રામ પંચાયત દ્વારા રજુઆતમાં જણાવ્યું છે કે, આ મોબાઇલ ટાવરની ૧૦૦ મીટર ત્રિજ્યામાં પ્રાથમિક શાળા, આંગળવાડી તથા સબ સ્ટેન્ટર આવેલ હોય તેમજ માનવ વસાહતને ટાવરના રેડિયેશનના કારણે ગંભીર બિમારી તથા નુકસાન થવાની દહેશત હોય જેથી આ ટાવર ઇન્સ્ટોલેશન તાત્કાલિક બંધ કરાવવા માંગ કરવામાં આવી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf