વાંકાનેર શહેર નજીક ચાલતી ખનીજચોરી પર પોલીસે દરોડો પાડી ખનીજચોરીમાં એક એક કિંમતી હિટાચી મશીન જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી, જે બનાવમાં આ હિટાચી મશીનને છોડાવવા માટે ત્રણ શખ્સોએ નામદાર મોરબી કોર્ટમાં રૂ. 10.60 લાખનું નકલી સોલવંશી સર્ટિફિકેટ રજૂ કરતા નામદાર કોર્ટના આદેશ મુજબ કોર્ટને ગુમરાહ કરવા પ્રયાસ કરનાર અમદાવાદ અને થાનના ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ગેરકાયદેસર ખનીજચોરી માટે ખોદકામ કરવામાં ઉપયોગમાં લેવાયેલ એક હિટાચી મશીન કબ્જે લેવાયા, જે મશીનને છોડવા માટે મશીન માલિકને નામદાર હાઇકોર્ટના હુકમ મુજબ રૂ.10.60 લાખનું સોલવંશી સર્ટિફિકેટ મોરબી કોર્ટમાં રજૂ કરવા આદેશ કરવામાં આવતાં અમદાવાદ નરોડાના દિનેશભાઇ ભાણજીભાઇ વાઢેર, મોરથળા થાનના રાજુભાઇ બુટાભાઇ ફાંગલીયાએ નામદાર મોરબી કોર્ટમાં અમદાવદ તાલુકા મામલતદારનું સોલવંશી સર્ટિફિકેટ રજૂ કર્યું હતું, જે સોલવંશી સર્ટિફિકેટ નકલી હોવા અંગે કોર્ટને શંકા જતા પોલીસે નામદાર કોર્ટના આદેશ મુજબ ક્રોસ વેરિફિકેશન કરતા અમદાવાદના દેવેન્દ્રભાઇ નાથાભાઇ પંડયા મારફતે ઉપરોક્ત બન્ને શખ્સોએ આ સર્ટિફિકેટ છળકપટથી બોગસ બનાવ્યું હોવાનું ખુલ્યું હતું….
જે બનાવમાં નામદાર મોરબી કોર્ટના આદેશ બાદ આ મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે કોર્ટને ગેરમાર્ગે દોરવા અને છળકપટથી નકલી સોલવંશી સર્ટીફીકેટ બનાવી રજુ કરનાર આરોપી દિનેશભાઇ ભાણજીભાઇ વાઢેર, રાજુભાઇ બુટાભાઇ ફાંગલીયા અને દેવેન્દ્રભાઇ નાથાભાઇ પંડયા સામે આઇપીસી કલમ 120(b), 200, 420, 465, 466, 467, 468, 471 મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU