વાંકાનેર શહેર નજીક આવેલ કેરાળા ગામના બોર્ડ પાસે રાજા પેટ્રોલપંપ પાછળ બાવળની ઝાડીમાં એક યુવાનની ગળેફાંસો ખાધેલ હાલતમાં લાશ મળી આવતાં વાંકાનેર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. બાબતે બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ થતાં પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી યુવાનની ઓળખ અને મોતનાં કારણની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ કેરાળા ગામના બોર્ડ પાસે રાજા પેટ્રોલ પંપની પાછળ બાવળની વાડમાં એક અજાણ્યાં પુરુષ જેની ઉંમર આશરે 35 થી 40 વર્ષ જણાતી હોય તેની લાશ મળી આવતા બનાવની જાણ થતાં વાંકાનેર સીટી પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી….
જેમાં સ્થળ પરથી ઉપરોક્ત ઉંમર ધારક અજાણ્યો શખ્સ જે મધ્યમ બાંધાનો, પાંચ ફુટ ઉંચાઇ, વાને ઘઉંવર્ણો, શર્ટ પહેરેલ નથી તથા કાળા કલરનુ પેન્ટ પહેરેલ હોય તેણે બાવળની વાડમાં ટુવાલ બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો જેથી બાબતે વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી મૃતકની ઓળખ અને મોતનાં કારણની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7